ગતરોજ રાત્રીથી જ ભરૂચ પોલીસ વિભાગની પાનોલી ખાતે આવેલ જીઆઇડીસી વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચહલપહલ જોવા મળી હતી જે બાદ પોલીસ વિભાગે મોટા ઓપરેશનને પાર પાડ્યું હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાત એ.ટી.એસ ની સૂચના બાદ ભરૂચ એસ.ઓ.જી પોલીસે પણ પાનોલી ખાતે આવેલ કેમીકલ કંપનીમાં દરોડા પાડયા હતા જ્યાં પણ એમ.ડી ડ્રગ્સનો 80 થી 100 કરોડના મુદ્દામાલના અંદાજનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
જોકે મામલે હજુ સુધી કોઇ સત્તાવાર નિવેદનો સામે આવ્યા નથી પરંતુ ગુજરાતના ઈતિહાસમાં વધુ એકવાર કરોડોનું આ ડ્રગ્સ નેટવર્કને સફળતા પૂર્વક ઝડપી પાડવામાં એ.ટી.એસ અને ભરૂચ પોલીસને સફળતા પ્રાપ્ત થઇ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ઇન્ફિનિટી રીચર્સ ડેવલપમેન્ટ કંપનીમાં કલાકો સુધી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ સહિતની ટીમોએ સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ મામલે પોલીસ વિભાગને મોટી સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 2744