Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદમાં વરસાદના કારણે વાસણા બેરેજના સાત દરવાજા ખોલાયા.

Share

અમદાવાદમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે તેમજ પડી રહેલા વરસાદના કારણે સાબરમતીમાં નવા નીચ આવ્યા છે ત્યારે વાસણા બેરેજના સાત દરવાજો ખોલવા પડ્યા છે. દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. ગુજરાત ભરમાં અત્યારે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે રાજ્યમાં જે રીતે તમામ ડેમો છલોછલ ભરાઈ રહ્યા છે તેવી જ રીતે નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે. વાસણા બેરેજના 7 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં વધુ વરસાદના પગલે પાણીની આવક થતા 3 ફૂટ દરવાજા ખોલી 20 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. અત્યાર સુધી અમદાવાદમાં સિઝનનો 30 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે.

આજુબાજુના ગામોના લોકો નદીના પટમાં ના જાય તેને લઈને શહેર જિલ્લા તંત્ર દ્વારા મનાઈ ફરમાવવામાં આવી છે. નર્મદા કેનાલ નેટવર્કમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે આ પાણીની આવક થઈ રહી છે. આ પહેલા પણ પાણી ઓગષ્ટ મહિનાની અંદર નદીમાં વધુ પાણી આવતા વાસણા બેજેરમાંથી અગાઉ 2500 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું.

Advertisement

આ ઉપરાંત 11 જુલાઈએ વાસણા બેરેજમાં ત્રણથી ચાર જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. ત્યારે 4 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. અગાઉ પાણી છોડવા માટે વાસણા બેરેજના બે દરવાજાઓ એક ફૂટ સુઘી ખોલવામાં આવ્યા હતા પરંતુ આ વખતે 7 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીનો નજારો પણ બે કાંઠે વહેવાથી રમણીય લાગી રહ્યો છે તો કેટલીક જગ્યાએ વનસ્પતિ પણ નદીમાં ઉગી જતા લીલી ચાદર પથરાઈ ગઈ છે. જે પાણીમાંથી બહાર કાઢવામાં આવી રહી છે.


Share

Related posts

संजू” के साथ रिलीज होगा “गोल्ड” का ट्रेलर!

ProudOfGujarat

રાજપીપળા ટાઉન વિસ્તારમાં જુગાર રમતા પાંચ જુગારીઓને એલ.સી.બી નર્મદા પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

ઝઘડીયાના તલોદરા ગામે દુધ ભરવા ગયેલ યુવકને માર મારવાની ઘટનામાં સાત ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!