ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે 80 રજા જાહેર કરવામાં આવી છે. આ રજાઓમાં 17 જાહેર રજાઓનો પણ સમાવેશ થાય છે. આ જાહેર રજાના દિવસે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણ બંધ રાખવાનું હોય છે. જોકે ગુજરાત રાજ્યની જ અનેક શાળાઓ બોર્ડના નિયમનો ઉલાળ્યો કર્યો છે અને બોર્ડ દ્વારા નક્કી કરાયેલી રજાઓમાં પણ શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી.
આ મહિનામાં જ બોર્ડ દ્વારા મોહરમના તહેવારની જાહેર રજા રાખવામાં આવી હતી છતાં પણ અનેક શાળાઓ આ દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી. આજે મંગળવારે પતેતીનો તહેવાર હોય ત્યારે બોર્ડ દ્વારા આ તહેવારની પણ રજા પણ રાખવામાં આવી હોવા છતાં પણ શાળાઓએ ઘરની ધોરાજી ચાલતી હોય તેમ શાળાઓ ચાલુ રાખી છે. રાજ્યની અનેક શાળાઓ પતેતીના દિવસે પણ શાળા ચાલુ રાખવામાં આવી છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવે છે. એકેડેમિક કેલેન્ડરમાં બોર્ડ દ્વારા કેટલીક રજાઓ જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવી હતી. આ વર્ષે 80 રાજાઓમાં 21 દિવસ દિવાળી વેકેશન, 35 દિવસ ઉનાળુ વેકેશન, 17 જાહેર રજા અને 7 સ્થાનિક રજા આ રાજાઓમાં સમાવેશ કરવામાં આવે છે.
શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય કનુ પટેલે કહ્યું હતું કે બોર્ડ દ્વારા જાહેર કરવાને બદલે વર્ષ દરમિયાન 80 રજાઓ રહેશે. દેશના પ્રમુખ તહેવારો તેમજ પ્રમુખ દિવસોએ જાહેર રજા ફરજીયાત રાખવી બાકીની રજાઓ શાળાઓએ પોતાની રીતે આપવા માટે જણાવવું જોઈએ. શાળાઓ પોતાની સ્થાનિક સ્થિતિ અનુસાર રજા આપી શકે. કેટલીક શાળા મોહરમની રજા નથી રાખતી તો કેટલીક શાળા નાતાલની રજા નથી રાખતી આવી સ્થિતિ ન સર્જાઈ તે માટે શાળાઓને રજા રાખવામાં માટે સ્વાયતતા આપી દેવી જોઈએ.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર રજાઓ માટે પહેલાથી જ પરિપત્ર જાહેર કરી દેવામાં આવે છે અને આ જાહેર રજાઓનું પાલન કરવાનો નિયમ હોવા છતાં પણ ઘણી શાળાઓ બેફામ બોર્ડના નિયમનું ઉલ્લંઘન કરે છે અને શાળાઓ રજાઓમાં પણ ચાલુ રાખવમાં આવે છે.
ગુજરાત રાજ્યની અનેક શાળાઓ વિરુદ્ધ જાહેર રજાના દિવસે શાળા ચાલુ રાખવાની ફરિયાદ નોંધાઈ હતી. આવી શાળાઓ સામે ફરિયાદ મળતા તેની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને જો કોઈ શાળા સામે ફરિયાદ ન થાય તો તેમની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.