Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર જીલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની અનેરા ઉત્સાહથી ભવ્ય ઉજવણી : ઠેર ઠેર તિરંગા સાથે રેલીઓ યોજાઈ.

Share

આજે પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની સમગ્ર છોટાઉદેપુર જીલ્લામાં ઉત્સાહમય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી. પાવીજેતપુર ખાતે જીલ્લા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ મનાવાયું. જીલ્લાકક્ષાના આ સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજ્ય મંત્રી નિમિશાબેન સુથારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જીલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ તેમજ જીલ્લાના અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જીલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસ પાવીજેતપુર ખાતે મનાવવામાં આવ્યો.

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત સ્વતંત્રતા દિવસ મનાવવા છેલ્લા કેટલાક દિવસોથી જનતામાં અનેરો ઉત્સાહ જણાતો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલ હર ઘર તિરંગાના સંદેશને સાચા અર્થમાં સાર્થક કરવા જનતામાં થનગનાટ દેખાતો હતો અને તેની ફલશ્રુતિને લઇને ઠેરઠેર મકાનો દુકાનો પર રાષ્ટ્રધ્વજ ફરકતા દેખાતા હતા. એક આંકડા મુજબ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત રાજ્યમાં લગભગ રૂ .૩૫ કરોડ જેટલી જંગી રકમના રાષ્ટ્રધ્વજનું વેચાણ થયું હતું. છોટાઉદેપુર જીલ્લાના બધા તાલુકા મથકો અને ગ્રામીણ વિસ્તારો સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં મોટા ઉત્સાહથી સામેલ થયેલા જણાયા હતા. છોટાઉદેપુર જીલ્લા મથક તેમજ તાલુકા મથકો સહિત ગામડાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. જીલ્લા મથક છોટાઉદેપુર મથક ખાતે વિવિધ સરકારી કચેરીઓ, શાળાઓ તેમજ અન્ય ઘણા સ્થળોએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. જીલ્લાની શાળાઓમાં વિધ્યાર્થીઓ વાલિયો તેમજ શિક્ષકોની ઉપસ્થિતિ વચ્ચે સ્વાતંત્ર્ય પર્વ મનાવાયું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ઘણી શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. જીલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લાનો પોલીસ વિભાગ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્વાતંત્ર્ય પર્વની આગળના દિવસોથી ઘનિષ્ઠ ફરજ બજાવતો નજરે પડ્યો છે. ચોમાસાના દિવસો ચાલુ હોઈ, વરસાદી માહોલ વચ્ચે પણ લોકો પુરા ઉત્સાહથી પંદરમી ઓગસ્ટનું પર્વ મનાવતા દેખાયા હતા. શનિવાર, રવિવાર અને ત્યાર બાદ પંદરમી ઓગસ્ટ તેમજ આવતીકાલે પતેતીની રજા, આમ શાળાના બાળકોને સળંગ ત્રણ ચાર દિવસની રજાઓ મળતા બાળકોના મોં પર મિની વેકેશન મળ્યા જેવી ખુશી જણાતી હતી. જીલ્લાની વિવિધ શાળાઓમાં શિક્ષકો દ્વારા બાળકોને સ્વાતંત્ર્ય પર્વનું મહત્વ સમજાવાયું હતું. લાંબો સમય અંગ્રેજોની ગુલામી વેઠ્યા બાદ મહાત્મા ગાંધી બાપુની આગેવાની હેઠળ સ્વાતંત્ર્ય સેનાનીનોએ તકલીફો વેઠીને આપણને આઝાદી અપાવી છે ત્યારે આઝાદીનું જે ગૌરવ અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ તેનું જતન કરવાની આપણા સહુની ફરજ છે, એવી શીખ આ પ્રસંગે પર્વની ઉજવણી નિમિત્તે વક્તાઓએ આપી હતી. આમ સમગ્ર છોટાઉદેપુર જીલ્લાની જનતા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મગ્ન બનીને દેશપ્રેમની મહામૂલી ઝલક બતાવી રહી છે.

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

ભરૂચ – વાલિયા ખાતેથી ઝડપાયો નશાનો કારોબાર, સીઆઇડી વિભાગે કરી એકની ધરપકડ, સૂત્ર

ProudOfGujarat

રાજપારડીમાં માસ્ક નહિ પહેરલ વ્યક્તિઓ વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામમાં મકાનોમાં આગ ભભૂકી ઊઠતા ઘરવખરી બળીને ખાખ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!