અંકલેશ્વર નોબેલ માર્કેટ સ્થિત આવેલ નોબેલ સ્ટીલ & એન્જીન્યરીંગ વર્કસ તથા નોબેલ પેલેત એન્ડ પેકેજીંગનાં આંગણમાં ધ્વજવંદનના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિવૃત્ત ડી. વાય એસ પી ઝહિરુદ્દીન સૈયદના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત ડી.વાય.એસ.પી ઝહિરુદ્દિંન સૈયદ સાહેબે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં જામિયાનાં મોહતમિમ મોલાના કુબુલ્લાહ નદવી, સામાજિક આગેવાન અતહ્રર મનોહર, ખરોડ હાઇસ્કુલનાં પ્રિન્સિપાલ અઝીમ સાહેબ, પીરમણ ગામનાં અગ્રણી યુનુસભાઈ નવાબ, ઈરફાનભાઈ ચોધરી, કુટબુદ્દીન સૈયદ સાહેબ, ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કફલેતાથી પધારેલ કારી તૈયબ કાવી એ કિરાયત પઢી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ મોલાના સલમાન સાહેબે ટુંકમાં આજના દિવસનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ કારી તાહિર કર્મદી સાહેબે નાત પઢી આજના પ્રોગ્રામમાં જોશ ઉમેર્યો હતો. ત્યારબાદ ડી.વાય.એસ.પી સાહેબ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો. ત્યારબાદ નવું શરૂ કરેલ નોબેલ પેકેટ એન્ડ પેકેજીંગમાં રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દુઆ પઢી મોલાના દ્વારા તિરંગા પર નાત પઢી દુઆ કરી સફળ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નોબેલ માર્કેટમાં ઉદઘાટન તથા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો.
Advertisement