ગુજરાત ACB એ ફરીવાર 2 લોકોને લાંચ લેતા રંગે હાથ પકડી પડ્યા છે. બન્ને આરોપીઓ રૂપિયા 30 હજારની લાંચ માંગી હતી અને જે લાંચની રકમ તે લોકો લેતા પકડાઈ જતા ACB એ વધુ કાર્યવાહી કરી છે. આરોપી જનકભાઇ રસીકભાઇ મિસ્ત્રી, જી.આર.ડી નાયક, બોપલ પો.સ્ટે.અને વિપુલ શાંતીલાલ શાહ જી.આર.ડી. તાલુકા માનદ અઘિકારી, તા.દસકોઇ, જી. અમદાવાદ બંન્ને લોકોને એસીબીએ પકડીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
આ ગુનો 14 ઓગસ્ટના રોજ બન્યો હતો અને બંન્ને આરોપીઓ લાંચની માંગણીની રકમ 30,000 ની કરી હતી. જે પૈકી 30,000 રૂપિયા સ્વીકારેલ પણ છે. મળતી માહિતી પ્રમાણે, આ લોકો બોપલ પોલીસ સ્ટેશનની બાજુમાં બોપલમાં લાંચની રકમ લીધી હોવાનુ સામે આવ્યું છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો આ કેસના ફરીયાદી અને તેમના બે મિત્રોને જી.આર.ડી સભ્યપદેથી ફરજ મોકુફ કરવામાં આવ્યા છે. ત્રણેયને ફરજ ઉપર પુન: સ્થાપિત કરવા માટે બન્ને આરોપીઓએ એકબીજાનાં મેળાપીપણામાં રૂપિયા 30,000 ની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ન હતા. જેથી એસીબીનો સંપર્ક કર્યો હતો અને એસીબીએ ફરિયાદીની ફરિયાદ આધારે રવિવારે લાંચનું છટકું ગોઠવતા આરોપીઓ પંચની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમની માંગણી કરી હતી. બંને આરોપીઓ રંગેહાથે પકડાઈ ગયા છે. ઉપરોકત આરોપીઓને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, આ ટ્રેપ એસ.એન.બારોટ, પોલીસ ઇન્સ્પેકટર, અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. નોંધનીય વાત તો એ છે કે, બન્નેમાંથી એક આરોપી લોકોને મોટી મોટી વાતો કરી પોતાની મોટી ઓળખાણ હોવાનું પણ કેહતો હતો. જેથી તેનો કોની સાથે સંપર્ક છે તે તપાસ થવી પણ જરૂરી છે.