Proud of Gujarat
FeaturedGujaratINDIA

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ અવસરે કેરેલી સૌથી મોટી જાહેરાતો, ગુજરાતને આપી મોટી ભેટ.

Share

રાજ્યના બધા જ ૨૫૦ તાલુકાના ૭૧ લાખ NFSA કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ ૧ કિલો ચણા આપવામાં આવશે. અત્યારે માત્ર પ૦ વિકાસશીલ તાલુકાને લાભ મળે છે, તેનો વ્યાપ વધશે.

 રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં હાલની આવક મર્યાદા રૂ. ૧૦,૦૦૦ /- પ્રતિ માસમાં વધારો કરીને રૂ. ૧૫૦૦૦/- કરવામાં આવશે.

Advertisement

 રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો એર પોલ્યુશન ધરાવતી ઇલેક્ટ્રીક બસ દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા આઇકોનિક રૂટ પર સંચાલનમાં મુકાશે.

 રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા માટે આગામી સમયમાં રૂ. ૩૬૭ કરોડના ખર્ચે નવી ૧૨૦૦ BS-6 બસ સેવામાં મુકવામાં આવશે.

 રાજ્યના પ૦ બસ મથકોએ નાગરિક સુવિધા માટે ATM મુકવામાં આવશે.

 વર્લ્ડ બેંકની સહાયતાથી એનકોર પ્રોજેક્ટ અન્વયે ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરિઝના પાણીની ગુણવત્તા ચકાસણી, રિઅલ ટાઇમ કોસ્ટલ વોટર મોનિટરીંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી કરવામાં આવશે.

 એકતાનગર-કેવડીયા કોલોનીમાં ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે ૫૦ બેડની જિલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ માટે ૩ કરોડ રૂપિયા ફાળવ્યા છે


Share

Related posts

ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામે હારજીતનો જુગાર રમતા બે જુગારીયા ઝડપાયા.

ProudOfGujarat

વિરમગામ: શ્રી બાલાજી કેળવણી મંડળ દરજી સમાજ દ્વારા સન્માન સમારંભ યોજાયો.

ProudOfGujarat

જંબુસર તાલુકા કલિયારી લેઉઆ પાટીદાર સમાજના પ્રમુખની નિમણૂક કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!