સમગ્ર નર્મદા જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન નર્મદાના ગામે ગામે ઉત્સાહ ભેર ઉજવાઈ રહ્યું છે જેમાં નાંદોદ તાલુકાના વાંદરીયા ગામમા પણ તિરંગા યાત્રા નીકળી હતી.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સોંઢલીયા, વાંદરીયા ગ્રૂપ ગામ પંચાયત અને વશિષ્ઠ આશ્રમના પૂજ્ય સંત ધરમાનંદ સરસ્વતી દ્વારા અને એમની સાથે નર્મદા જિલ્લા સંત સમાજના અગ્રણીઓ સંત ગોપાલ ભારતીજી મહારાજ, ગોરધનગીરીજી મહારાજ અને બીજા સંતો સાથે વાંદરીયા ગામના સરપંચ ઉર્મિલાબહેન તડવી, પ્રવિણસિંહ રાઠોડ, તાલુકા પંચાયત સભ્ય ચંદુભાઈ તડવી, માજી સરપંચ દિનેશભાઇ તડવી ભેગા મળીને ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન પેટે દરેક ઘરે એક એક તિરંગો એમ કુલ 125 તિરંગા વહેંચવામાં આવ્યા અને 13 થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરની છત પર લગાવ્યા.
આઝાદીના અમૃત મહોત્સવની 75 વર્ષની ઉજવણી નિમિતે વાંદરીયા ગામના સર્વ સમાજના યુવાનો દ્વારા હળીમળીને 75 રાષ્ટ્ર ઘ્વજ સાથે ગામમાં પદયાત્રા પણ કાઢવામાં આવી, સાથે સાથે દેશભક્તિના રાષ્ટ્ર ગીતોની સાથે એકબીજાને મીઠાઈ ખવડાવતા હર્ષઉલ્લાસ સાથે આનંદની ઉજવણી કરી હતી.
દીપક જગતાપ, રાજપીપલા