બેન્ક એકાઉન્ટ ખોલાવીને કરોડોની ઠગાઈ કવનાર ટોળકી અમદાવાદમાં ઝડપાઈ છે. આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ત્રણ ડોકટર સહિત સાત આરોપીઓની છેતરપિંડી મામલે ઘરપકડ કરવામાં આવી છે. સરકારી યોજનાના ત્રણ હજાર રુપિયા આપવાના બહાને બેન્ક એકાઉન્ટ બીજાના નામે ખોલાવતા હતા.
ક્રેડિટ કાર્ડ સ્વેપિંગ મશીનના માધ્યમથી રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરી બેન્ક સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરી હતી. આ આરોપીઓએ કરોડો રુપિયાની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં નિખિલ પટેલ, ગૌરવ પટેલ, જયેશ મકવાણા, પ્રતીક પરમાર, જીગર પંચાલ, ચીમન ડાભી અને પાર્થ પટેલ સહીતના આરોપીઓનો સમાવેશ થાય છે. આ આરોપીઓ દ્વારા અલગ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીટી અપનાવવામાં આવી હતી. લોકો પાસેથી છેતરપિંડી કરીને પૈસા સેરવી લેવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે પરંતુ આ સાત ભેજાબાજો મળીને બેંક સાથે ઠગાઈ કરતા હતા. આરોપીઓએ બનાવટી કંપની, બનાવટી કર્મચારી ઉભા કરી કર્મચારીનું બેન્ક એકાઉન્ટ ખોલાવી પગાર જમા કરાવતા હતા.
આ ભેજાબાજોમાં મુખ્ય આરોપી નિખીલ પટેલ કે જે અગાઉ બેન્ક ખાતામાં નોકરી કરતો હતો. બેન્કમાં ચિટીંગ કરવા માટે આ ટોળકી ઉભી કરી હતી. આ ગુનામાં અન્ય કેટલાની સંડોવણી છે તે મામલે પણ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે. બેન્ક કામ કરતા અન્ય કયા કર્મચારી છે જે મદદ કરતા હતા જેથી આ મામલે પણ સઘન તપાસ કરવામાં આવશે.