ઉમરપાડા તાલુકાના નસારપુર ગામે આદિવાસી સમાજ અને વિસ્તારના પ્રશ્નો આગામી વિધાનસભાની ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવા બાબતે કોંગ્રેસની બેઠક યોજાઇ હતી.
પેસા કાયદો, જળ જંગલ અને જમીનના અધિકાર મળે, શિક્ષણ અને સ્વાસ્થ્ય પર ખાનગીકરણ બંધ કરવુ, સરકારી ભરતીમાં ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ યુવાનોનું શોષણ થઈ રહ્યું છે તે બંધ કરી યુવાનોની નિયમ અનુસાર ભરતી કરવામાં આવે, કોરોના મહામારીમાં મુત્યુ પામેલ પરિવારોને ચાર લાખની આર્થિક સહાય મળે, આદિવાસી વિસ્તારોમાં છ હજાર શાળાઓ બંધ કરવામાં આવી છે તે શાળાઓ શરૂ કરવામાં આવે, યુવાનોને રોજગારી આપવામાં આવે, મનરેગા યોજના હેઠળ 100 દિવસ રોજગાર ગેરંટી આદિવાસીઓને મળે જેવી ઉપરોક્ત બાબતની ચર્ચાઓ કરી આ પ્રશ્નો આગામી વિધાનસભા ચૂંટણી ઢંઢેરામાં સમાવેશ કરવા પ્રદેશ કોંગ્રેસ સમિતિને ભલામણ કરવામાં આવી છે. આ પ્રસંગે ઉમરપાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિશ વસાવા, જગતસિંહ વસાવા, નટવરસિંહ વસાવા, રમણભાઈ ચૌધરી, કનુભાઇ ચોધરી, રામસીંગ વસાવા, અનિલભાઇ ચોધરી, રૂપસિંહ ગામિત, ગણપતભાઈ વસાવા, હિરાલાલભાઈ વસાવા, મુકેશભાઈ વસાવા વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.
વિનોદ મૈસૂરિયા : વાંકલ