લીંબડી તાલુકાનાં પરનાળા ગામે એક જ જ્ઞાતિ સમૂહના બે પરિવારો વચ્ચે જુથ અથડામણમાં 4 વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.
પરિવારના જણાવ્યા પ્રમાણે દિકરીને ઉઠાવી જવાની બાબતે બંને જુથ વચ્ચે મારક હથિયારો વડે મારામારી થઈ હતી. જેમાં પરનાળા ગામના ગોવિંદભાઈ લખમણભાઇ, શારદાબેન જસમતભાઈ, કૈલાસ જસમતભાઈ, રાજેશભાઈ નટવરભાઈ પઢારને શારીરિક ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેઓને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
Advertisement
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર