બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના હાંસોટ પંથકના અલવા ગામ નજીક વડોદરાનો પરિવાર સુરત જઈ રહ્યો હતો એ દરમ્યાન અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે. કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં પલ્ટી મારતા એક સમયે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અકસ્માતની ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના ચાર જેટલા સભ્યોનો આબાદ બચાવ થયો હતો. મહત્વની બાબત છે કે હાંસોટથી સુરતને જોડતા માર્ગ પર અનેકવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે કેટલાક બનાવોમાં વાહન ચાલકોને જીવ ગુમાવવા જેવી બાબતો પણ સર્જાતી હોય છે તેવામાં આ માર્ગ હવે અકસ્માત ઝોન બનતો જઈ રહ્યો હોય તેમ અહીંયા સર્જાતા એક બાદ એક અકસ્માત ઉપરથી લોકો વચ્ચે ચર્ચાઈ રહ્યું છે.
Advertisement
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744