પ્રાપ્ત માહિત મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામના ૩, રાજવાડી ગામના ૨,બોરખાડી ગામના ૧ અને મૌઝા ગામના ૨ યુવાનોએ સન ૨૦૨૦-૨૧ માં પડેલ પોલીસ ભરતીમાં ઉમેદવારી નોંધાવી હતી.જેમા પીએસઆઇ-એએસઆઇ અને કોન્સ્ટેબલમાં શારીરિક-લેખિત અને મૌખિક પરીક્ષા પાસ કરી લીધેલ છે. આગામી ૧૨-૧૩ ઓગષ્ટ સુધી ધો.૧૦ થી ગ્રેજ્યુએટ સુધીના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, ખેતીની નકલ સહિતના જરૂરી કાગળપત્રો સબમીટ કરવાના છે. પરંતુ નેત્રંગ તાલુકા તલાટી મંડળ અનિશ્ચિત મુદતની હડતાળ ઉપર હોવાથી પોલીસ ભરતીમાં પાસ થયેલા યુવાનોને કાગળપત્રો મળતા નથી. તલાટી હડતાળ ઉપર હોવાથી કામગીરી કરતાં નહીં હોવાથી નેત્રંગના ૮ યુવાનોએ પોલીસ ભરતી તો પાસ કરી,પરંતુ નોકરી મળશે નહિં તેવું જણાઇ રહ્યું હતું.
જેમાં યુવાનોની તકલીફ નેત્રંગ મામલતદાર યુ. બી. પરમારનું ધ્યાન દોરતા રેવન્યુ વિભાગના તલાટી રોહિત ચૌધરી કે જેઓ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ટ્રેનીંગમા હોય ત્યાંથી તાત્કાલિક કલેક્ટર કચેરીથી પરત બોલાવી અને નાયબ મામલતદાર શૈલેષ વસાવાની રજા રદ્દ કરી યુવાનોને તાત્કાલિક જરૂરી દાખલાઓ કાઢવાની કામગીરી સોપવામાં આવતા રેવન્યુ તલાટી રોહિત ચૌધરી અને નાયબ મામલતદાર શૈલેષ વસાવાએ હાજર થઇ દાખલાઓ આપવાની કામગીરી કરતા યુવાનોમાં આનંદની લાગણી ફરી વળી છે.