Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થયો.

Share

તા. ૧૨ ઓગસ્ટથી ખેડા જિલ્લામાં મતદાર સુધારણા કાર્યવાહી શરુ થનાર છે. આ કાર્યવાહી જિલ્લામાં સુચારુ રૂપે થાય તથા ખેડા જિલ્લાના તમામ નવા મતદારો જોડાય તે અંગે આજરોજ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

તા.૦૧/૧૦/૨૦૨૨ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ભારતના ચૂંટણીપંચ દ્વારા અમલમાં મુકેલ છે. આ મતદારયાદી સુધારણા કાર્યક્રમ તા.૧૨/૦૮/૨૦૨૨ થી શરૂ કરી તા.૧૧/૦૯/૨૦૨૨ સુધી ચાલશે. આ મતદારયાદી સુધારણા કાર્યક્રમમાં પાત્રતા ધરાવતા નવા મતદારો મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકે છે. આ કાર્યક્રમ અંતર્ગત નામ, અટક કે અન્ય વિગતમાં સુધારો પણ કરાવી શકાશે અને નામ કમી કરાવવાનું હોય તો નામ કમી પણ કરાવી શકાશે.

Advertisement

મતદારયાદીને લગતા તમામ અરજી ફોર્મ કલેકટર કચેરી, નડીયાદ તેમજ સંબંધિત પ્રાંત કચેરી, સંબંધિત મામલતદાર કચેરી ખાતેથી વિનામૂલ્યે મળી શકશે. તેમજ ખાસ ઝુંબેશના દિવસોએ બુથ લેવલ ઓફીસર પાસેથી પણ અરજી ફોર્મ મેળવીને, અરજી ફોર્મમાં વિગતો ભરીને જરૂરી પુરાવા સાથે તેમને આપી શકાશે.

તા.૨૧/૦૮/૨૦૨૨ (રવિવાર), તા.૨૮/૦૮/૨૦૨૨ (રવિવાર), તા.૦૪/૦૯/૨૦૨૨ (રવિવાર) તથા તા. ૧૧/૦૯/૨૦૨૨ (રવિવાર) ના રોજ ખાસ ઝુંબેશના દિવસોએ સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક દરમ્યાન આપના વિસ્તારના મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસર મારફત આ અરજી ફોર્મ મેળવી શકાશે તેમજ ભરેલ અરજીઓ તે જ સ્થળોએ ઉપરોકત દિવસોએ પરત આપી શકાશે. મતદારયાદીની જાણકારી મેળવવા માટે કલેકટર કચેરી નડીયાદ ખાતે કચેરી સમય દરમ્યાન “ડીસ્ટ્રીકટ કંટ્રોલ સેન્ટર” શરૂ કરવામાં આવેલ છે. જેનો હેલ્પલાઈન નં.૧૯૫૦ છે. જેનો પણ લાભ લઈ શકાશે. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.એલ.રાઠોડ તથા જિલ્લાના તમામ ટીડીઓ, મામલતદારઓ હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ : વલસાડ જીલ્લાનાં વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ.

ProudOfGujarat

ભરૂચના દહેજ બાયપાસ વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો.અકસ્માતનો બનાવ બનતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય…

ProudOfGujarat

પાવાગઢ મંદિર ખાતે બનાવેલી નવીન દિવાલનો ભાગ ધરાશાયી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!