વલસાડ જિલ્લા પોલીસે પ્રશંસા પાત્ર કામગીરી રક્ષા બંધનમાં કરી હતી. જિલ્લામાં પોલીસની કામગીરીની નોધ સામાન્ય લોકોએ પણ સોશિયલ મીડિયા વધાવી હતી. વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી જિલ્લા પોલીસે કામગીરીથી લોકોના દિલ જીતી લીધા છે. પોલીસ સામે જ દેખાય તો લોકો પોલીસથી બચવા નવા અખતરા કરતા હોય છે કે રસ્તો બદલી નાખતા હોય છે પણ પોલીસ જ તેમની રક્ષા માટે પ્રાર્થના કરે અને હાથે રાખડી બાંધે તો આવી જ એક ઘટનાઓ વલસાડ શહેરમાં રક્ષાબંધનના દિવસે બની.
વલસાડ જિલ્લા પોલીસે શહેરના રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને નિયમનો ઉલ્લંઘન કરનાર બદલે તેમને નિયમોનું પાલન કરવાથી પોતાના અને પોતાના પરિવારની રક્ષા થશે તેવું જણાવીને હાથે રાખડી બાંધી હતી. આ સમગ્ર બાબતથી પોલીસ અને પબ્લિક વચ્ચે ખૂબ સુમેળભર્યા વર્તનનો અહેસાસ થયો હતો. વલસાડ સીટી પોલીસ, ડુંગરી પોલીસ, ધરમપુર પોલીસ, વલસાડ રૂરલ પોલીસના વિસ્તારો પર આજે સવારે જો તમે કે તમારા પરિવાર સાથે નીકળ્યા હશો તો પોલીસનું એક નવું જ રૂપ તમને જોવા મળ્યું હશે. પોલીસ દ્વારા અહીંયાથી પસાર થતાં વાહન ચાલકોને રોકીને હાથે રાખડી બાંધવામાં આવી હતી સાથે નિયમોનું પાલન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસની કામગીરી સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ હતી અને પ્રશંસાને પાત્ર બની હતી.
કાર્તિક બાવીશી : વલસાડ