આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને અલગ અલગ રાજકીય પક્ષો કયા પ્રકારે સત્તા મેળવી તે માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જનતાની વચ્ચે પોતાની વાત મુકવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવામાં ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવા એ વડોદરા ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ઠીક નથી ગૃહમંત્રીના શહેરમાં જ યુવતીની હત્યા કરવામાં આવી ઉપરાંત લટકાણ જેવા કૌભાંડોને કેમિકલ કાંડ નામ આપી દબાવવામાં આવે છે સાથે જ તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારે કરેલી જમીન માપણી પણ ખોટી છે જોકે તેમને રાજ્યના મહેસુલ મંત્રીને લઈને કહ્યું હતું કે વ્યક્તિગત તેઓ સાચી રીતે કામ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
આ ઉપરાંત 2022 વિધાનસભાની ચૂંટણીમાં તેમના દ્વારા કેટલાક મુદ્દાઓને લઈને વાત મુકવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને વિના મૂલ્યે વીજળી આપીશું ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ વીજળીના ભાવમાં ઘટાડો કરીશું, આ સિવાય તેમને ખેડૂતો માટે વાત કરી હતી. ખેડૂતોને ત્રણ લાખ સુધીના દેવા પણ અમે માફ કરીશું, ખેડૂતોની ઉપજના ટેકાના ભાવ માટે વ્યવસ્થાઓ કરીશુ, ખેડુતોની જમીન માપણી સરકાર પણ પોતાના ખર્ચે જ કરશે. આ ઉપરાંત ખેડુતો માટે સહાયતા કેન્દ્ર શરુ કરવા, પિયાવતના પાણીના દર ઘટાડવા, જેવા વિષયો પર કામ કરીશું. સુખરામ રાઠવાએ કહ્યુ હતુ કે અમારી સરકાર લઘુ એકમ ઉદ્યોગો માટે પણ કામ કરશે ગુજરાતના વેપાર ધંધા માટે અમારી સરકાર કટિબદ્ધ રહેશે.
મહત્વનું છે કે વડોદરામાં આયોજિત પત્રકાર પરિષદમાં વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત પ્રભારી પંકજ પટેલ, રાષ્ટ્રીય નેતા ઉષા નાયડુ, વડોદરા મહાનગરના વિપક્ષ નેતા અમી રાવત, કોંગ્રેસી નેતા નરેન્દ્ર રાવત, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.