મળતી માહિતી અનુસાર સુરત વિભાગીય પોલીસ મહાનિરીક્ષક એસપી પાડ્યન રાજકુમારની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક હિતેશકુમાર જોયસર એ સુરત ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહી જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃત્તિ ઉપર સખત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા યોગ્ય સુચના અને માર્ગદર્શન આપતા સુરત ગ્રામ્ય એલસીબી શાખાનાં પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ધડુક તેમજ સુરત ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર એડી ચાવડા નાઓએ એલસીબી શાખાના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી જરૂરી દિશા સુચન અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા એલસીબી શાખાના પોલીસ સ્ટાફના માણસોની ટીમ પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિ અટકાવવા માટે ખાનગી રહે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પલસાણા ચાર રસ્તા ઉપર આવતા સુરત ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડના હેડ કોન્સ્ટેબલ યોગેશ શ્રવણ અને એલસીબી શાખાના એ.એસ.આઇ મહેન્દ્ર છનાને સંયુક્ત રીતે તેમના અંગત બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળેલ કે બારડોલી ખાતે રહેતો લિસ્ટેડ બુટલેગર રાઠોડ લાલુભાઇ કાનતુ અને પલસાણા તાલુકાના એના ગામનો રાઠોડ વિરાંગ ઉર્ફે બીન્ટુ રમેશ જેઓ એક ટાટાની ટ્રક નંબર GJ 05 UU 9747 ની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ભરી લાવી પલસાણા તાલુકા ખાતે આવેલ અમલસાડી ગામે ઉત્તર બુનિયાદી શાળાની બાજુમાં ખુલ્લી પડતર જગ્યામાં લાવીને ટ્રક ઉભી કરેલ છે અને વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરનાર છે. અને હાલમાં એક ઈસમ ટ્રકની બાજુમાં બેઠો છે.
આ મળેલ બાતમીના આધારે નજીકમાંથી બે પંચોના માણસો બોલાવી બાતમી વાડી જગ્યાએ જઈને જોતાં ઉભી રાખેલ ટ્રકમાં દારૂનો જથ્થો ભરેલ મુદ્દામાલ સગેવગે કરવાના ઇરાદાથી રોડની બાજુમાં પાર્ક કરેલ ટ્રક શોધી કાઢતા વિદેશી દારૂનો જથ્થો લાવનાર લઈ જનાર તેમજ સગેવગે કરનાર આરોપી સુરતના બારડોલી તાલુકાના બારડોલી સુરતી ઝાપાના રાઠોડ લાલુભાઇ કાંતુ, પલસાણા તાલુકા ખાતે આવેલ એના ગામનાં રાઠોડ વિરાંગ ઉર્ફે બિન્ટુ રમેશભાઈ અને એક ટાટા એસ 1613 ટ્રક રજીસ્ટ્રેશન નંબર GJ 05 UU 9747 ની પાસે ઉભેલ એક અજાણ્યો ઈસમ જેના નામ સરનામાની ખબર નથી જેઓને વોન્ટેડ જાહેર કરી તેમના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને પકડાયેલ મુદ્દામાલ જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી મળી ૩૮૪૦ નંગ બાટલીઓ જેની કિંમત ૪,૯૪,૪૦૦/- રૂપિયા, એક ટાટા કંપનીનો ટ્રક ૧૬૧૩ ના રજીસ્ટ્રેશન નંબર GJ 05 UU 9747 ની કીંમત ૪,૦૦,૦૦૦/- રૂપિયા તેમજ દારૂ ના મુદ્દામાલ ઉપર ઢાંકેલા સેન્ટીંગના પ્લાયના પાટીયા સહિત ટેકા નંગ ૫૨ (બાવન) જેની કિંમત રૂપિયા ૫૨૦૦/- મળી કુલ કિંમત ૮,૯૯,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે.
જીતેન્દ્ર સોલંકી માંડવી.