Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડામાં પરિણીતાની હત્યાનો ભેદ ઉકેલી 6 વ્યક્તિઓની ધરપકડ કરાઇ.

Share

ખેડા તાલુકાના ઉમીયાપુરા નજીક કેનાલના પાળા ઉપરથી એક પરિણીતાની લાશ સોમવારે મળી આવી હતી. ૨૪ કલાકમાં પોલીસે ભેદ ઉકેલતા મરણ જનાર પરિણીતાને પતિ અને સાસરીયાઓએ જ મોતને ઘાટ ઉતારી હોવાનો ખુલાસો થયો હતો.

પતિ-દિયર દેરાણી-નણંદ-નણંદોઇ અને પતિના મિત્ર એમ છ વ્યક્તિઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. ખેડા તાલુકાના ઉમીયાપુરા ગામની સીમમાં ગંગાકુઇ જવાના રસ્તા ઉપર રોડની બાજુમાં કેનાલનો પાળો આવેલો છે. જ્યાં સોમવારે રાત્રે એક પરિણીતાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ સંદર્ભે ખેડા શહેર પીએસઆઇ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં પરિણીતાના માથામાં કોઇ હથિયાર વડે હુમલો કરીને તેનું મોત નીપજાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ પરિણાતાની શોધખોળ કરી હતી. આ બાબતે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ મહિલા ખેડા કેમ્પમાં રહેતા રાજુભાઇ ૨મેશ દેવીપુજકની પત્ની રાધાઉર્ફે લખી હોવાનું બહાર આવ્યું હતું. પતિ રાજુ દેવીપુજકને અન્ય સ્ત્રી સાથે આડો સબંધ હતો. રાજુ તેની પત્ની રાધા પર વહેમ રાખતો હતો. જેને લઇને પતિ-પત્ની વચ્ચે રોજ ઝઘડો થતો હતો અને ઘરકંકાસ થતો હતો.

Advertisement

જેથી રાજુની સઘન તપાસ કરતાં પુછપરછમાં રાજુ ભાંગી પડ્યો હતો અને પત્નીની હત્યાનો ગુનો કબુલી લીધો હતો. તેણે જણાવ્યું હતું કે તેની પત્ની રાધા સાથે ઝઘડો થતાં તેનો ભાઇ મહેશ ઉર્ફે શૈલેષ દેવીપુજક તેની પત્ની કાજલ, તેનીબેન પુનમ, મહેમદાવાદ ટેકરીયા ખોડીયારપુરામાં રહેતા બનેવી દિનેશ ચંદુ દેવીપુજક ભેગા મળીને લખીને ઘરમાં પુરી લોખંડની કોસ તેમજ ધારીયાના ઘા બેરહેમીપૂર્વક ઝીંકીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તમામ લોકો પોતપોતાના ઘરે મોકલી દીધા હતા અને રાજુએ પોતાના મિત્ર રતનપુર ગામે રહેતા ગોગા મકા દેવીપુજકને પત્ની મૃત્યુ પામી હોવાનું જણાવ્યું હતુ. જેથી મિત્ર ટેમ્પો લઇને રાજુના ઘરે આવ્યો હતો અને રાજુની પત્ની રાધા ઉર્ફે લખીબેન હત્યા કરાયા મુદ્દે પુરાવો નાશ કરવાના ઇરાદે ટેમ્પા મુકી નજીકના ઉમીયાપુરા નજીક આવેલા કેનાલના પાળા પાસે ફેંકી દીધો હતો. આમ તમામ છ વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી હતી.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વર્ષો જુના કર્મચારીઓના મહેકમ વિષયક પડતર પ્રશ્નોને ઝુંબેશના ભાગરૂપે નિકાલ કરી જિલ્લા પંચાયતના ૧૪૦૦ કર્મયોગીઓના હક્ક, હિસ્સાની રૂ.૬ કરોડથી વધુની રકમ મહાનુભાવોના હસ્તે ચુકવણી કરવામાં આવી

ProudOfGujarat

ભરૂચ : ખરચ બિરલા કંપની પાછળ સાત જુગારીઓ લાખોનો જુગાર રમતા ઝડપાયા.

ProudOfGujarat

કરૂણા અભિયાન ૨૦૧૯ હેઠળ પશું પંખી અંગે ખાસ સુરક્ષા અને સારવારની વ્યવસ્થા ……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!