Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરની ભાગ્યોદય સોસાયટી નજીક થયેલ ફાયરિંગનો મામલો, પોલીસે આરોપીની કરી ધરપકડ.

Share

અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક આવેલ ભાગ્યોદય સોસાયટી પાસે આર ટી આઈ એક્ટિવિસ્ટ સદાક્ત એહમદ ઉર્ફે મુસા સઇદ અહેમદ વાડીવાળા તેઓના ઘર તરફ સ્કૂટર લઇ જઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ તેઓ ઉપર ફાયરિંગ કરતા ઇજાગ્રસ્ત સદાક્ત ભાઈને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન ગત તારીખ ૯/૦૮/૨૦૨૨ ના રોજ તેઓનું મોત નીપજ્યું હતું.

મામલે અંકલેશ્વર શહેર પોલીસે હત્યા અંગેનો ગુનો દાખલ કરી પોલીસ વિભાગની વિવિધ ટિમો સહિત જિલ્લા પોલીસ વડા પણ તપાસમાં જોતરાયા હતા જે બાદ પોલીસે હ્યુમન ઇન્ટેલિજન તથા સીસીટીવી સર્વેલન્સના આધારે માહિતી મેળવી તેમજ આ ગુનાનો મૂળ સૂત્રધાર સફી તથા તેના મિત્રો અઝહર અને અન્ય સાગરીતો દ્વારા પ્રોપર આયોજન કરી ગુનાને અંજામ આપેલ અને ગુનાના સફીના મિત્ર અઝહરની પોલીસે ધરપકડ કરી હતી.

Advertisement

પોલીસે સમગ્ર ઘટનાને અંજામ આપનાર મહંમદ અઝહર રિયાઝ શેખ રહે.કમલપાર્ક સોસાયટી સ્ટેશન રોડ અંકલેશ્વરની ધરપકડ કરી સફી ઉર્ફે કાનાની ગુલામઅલી શેખ રહે,ભાગ્યોદય સોસાયટી સ્ટેશન રોડ અંકલેશ્વર સહિતના અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. મામલે ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે બર્ગમેન મોપેડ તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂ.૫૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો,

મહત્વની બાબત છે કે ઘટનામાં ઝડપાયેલા મહંમદ અઝહર વર્ષ ૨૦૧૧ માં હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાયોટિંગના ગુનામાં પણ પકડાઈ ચુક્યો છે, તેમજ આ સમગ્ર ઘટના પણ તેણે અંગત અદાવતમાં અંજામ આપી હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ડભોઇ તાલુકાના ચાંદોદમાં અન્નપૂર્ણા માતાના મંદિરે દર્શન માટે ભાવિક ભકતો ઉમટી પડ્યા.

ProudOfGujarat

નડિયાદમાં ત્રણ લોકોએ ભેગા મળી વાહન માલિક સાથે વિશ્વાસઘાત કર્યો, બચત નાણાં ન આપી વાહનો મેળવી ફરાર થયા

ProudOfGujarat

ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર નર્મદા બ્રિજ ટોલનાકા નજીક થયેલી બોલાચાલીમાં ફરિયાદીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડયો છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!