રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના વિવિધ કૌશલ્યના વિકાસના ભાગરૂપે ક્લા ઉત્સવ હેઠળ ” આઝાદી કા અમૃત મહોત્સવ” માં ” હર ઘર ત્રિરંગા,” થીમ પર પ્રતિયોગિતા રાખવામા આવેલ હતી. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠળ CPR કલસ્ટર દ્વારા શહેર અને તાલુકાની કેટલીક શાળાઓએ આ યોજનામાં ભાગ લીધો હતો.
આઝાદી કા અમૃત મહોત્સવમાં ” હર ઘર ત્રિરંગા,” થીમ આધારિત કાર્યક્રમની ઉજવણી નિમિત્તે તા. 6/8/22 ના શનિવારના રોજ QDC કક્ષાની ચિત્ર સ્પર્ધા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, ભરૂચ ખાતે રાખવામાં આવી હતી. જેમાં વી.સી.ટી ગર્લ્સ હાઈસ્કૂલની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની વિદ્યાર્થિનીઓમાં ધો.9 ની પડોર જીનત આસિફ તથા ધો.11 આર્ટસની પટેલ ખદીજા મહમદ ઈરફાન વિજેતા જાહેર થઈ હતી. બંને વિદ્યાર્થિનીએ પૈકી પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિનીને રૂ.300 નું ઈનામ આપવામાં આવ્યું હતું. વિજેતા જાહેર થયેલ વિદ્યાર્થીનીઓ એ શાળાનું ગૌરવ વધાર્યું છે. વી.સી.ટી પરિવાર તરફથી વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓને શુભેચ્છા પાઠવવામા આવી હતી.