Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરની વાલિયા ચોકડી વિસ્તારમાંથી લાખોની કિંમતના ગાંજાના જથ્થા સાથે ચાર આરોપીઓ ની પોલીસે કરી ધરપકડ.

Share

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના કર્મીઓને મળેલ બાતમીના આધારે અંકલેશ્વરની વાલિયા ચોકડીથી સુરત તરફ જતા સર્વિસ રોડ ઉપરથી ચાર ઇસમોને ટ્રાવેલ બેગમાં લઇ જવાતા ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે, પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે તમામ ઇસમોને રોકી તેઓની તલાશી લેતા સમગ્ર નશાનું પ્રકરણ સામે આવ્યું હતું.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે સમગ્ર મામલે (૧)પ્રસાદ પ્રમોદ પાંડા રહે,ચેંગસાઈન તા,બાનપુર (ઓરિસ્સા) (૨) દિનેશ રમેશ શાહુ રહે,દાસોઘોરાસાહિ તા,બાનપુર (ઓરિસ્સા) (૩) મનોજ ચાંદ ભગવાન ચાંદ રહે,સનગનતું (ઓરિસ્સા)તેમજ (૪) રાકેશ પ્રધાન ગદાઘરપ્રધાન રહે,અંકુલાપદાર તા,બાનપુર (ઓરિસ્સા) નાઓને ટ્રાવેલિંગ બેગોમાં ૩૮ ખાખી કલરની સેલોટેપ વીંટાળેલ પેકેટોમાં ગેરકાયદેસર નશાકારક માદક વનસ્પતિજન્ય પદાર્થ ગાંજાનો કુલ ૭૬ કિલો ૩૦૦ ગ્રામ જેની કિંમત રૂ.૭ લાખ,૬૩,૦૦૦ તથા મોબાઈલ ફોન સહિત કુલ ૭,૬૮૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તમામ ઇસમોને ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

મહત્વની બાબત છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારે મોટા પ્રમાણમાં ગાંજાના જથ્થા ભરૂચ જિલ્લામાંથી ઝડપાઇ ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર નશાનો વેપલો કરતા તત્વો ભરૂચ તરફ સક્રિય થવાની ફિરાકમાં હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે પોલીસની સતર્કતાના કારણે હવે નશાનો વેપલો કરતા તત્વોમાં ફફડાટની લાગણી ઉત્પન્ન કરી નાંખી હોય તેમ સામે આવી રહ્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

નેત્રંગથી દેડિયાપાડાને જોડતા હાઇવે ઉપર ખાડાઓ ન પુરાતા ખેડૂતે સ્વ ખર્ચે પુરાણ કરાવ્યુ.

ProudOfGujarat

રાજપીપળા : છેલ્લા બે વર્ષથી જૂન માસમાં શાળા પ્રવેશોત્સવ બંધ હોવા છતાં નર્મદાના બોરીદ્રા ગામમાં અનોખો શાળા પ્રવેશોત્સવ કરાવ્યો.

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં ઇદુલ અઝહા પર્વની મુસ્લિમ સમાજ દ્વારા શાનદાર ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!