Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ.

Share

આજે ૯ મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની દેશભરમાં ભારે ઉત્સાહસભર વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ તાલુકામાં ગણના થતા ઝઘડિયા તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

બીટીપી, બીટીટીએસ તથા અન્ય આદિવાસી સંગઠનોએ ઉપસ્થિત રહીને અરસપરસ વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. વિશ્વ આદિવાસી દિન નિમિત્તે આદિવાસીઓની સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિને સાચવી રાખવાની તેમજ સમગ્ર આદિવાસી સમાજ એક મંચ પર આવે અને પ્રકૃતિને બચાવવાનો સંકલ્પ કરે તેવી વાત કરવામાં આવી હતી. આ પ્રસંગે આદિવાસીઓના અધિકારની વાત ઉચ્ચારવામાં આવી હતી. શિડયુલ પાંચ અને સીડ્યુલ છ નો સંપૂર્ણપણે અમલ થાય તેવા સહીયારા પ્રયાસો ધરવામાં આવે તેવું આહ્વાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પર્વતારોહક આદિવાસી મહિલા સીમા ભગતે જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે આજે હું ખૂબ ગર્વની લાગણી અનુભવુ છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાએ જે આદિવાસી અસ્તિત્વને ટકાવી રાખવા માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે તેને હું બિરદાવું છુ. ઝઘડિયા ખાતે યોજાયેલ કાર્યક્રમ બાદ રેલી સ્વરૂપે ઝઘડિયા ચાર રસ્તાથી બજાર એપીએમસી થઈને રાજપારડી તરફ રવાના થઈ હતી, અને રાજપારડી ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચ : હું પણ કેવડિયા વોરિયર નામે ફેસબુક પોસ્ટ મૂકી સોશિયલ મીડિયામાં ધારાસભ્ય છોટુ વસાવાએ અભિયાન શરૂ કર્યું, જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ : ત્રાલસા ખાતે આમ આદમી પાર્ટીનો જનસંવેદના શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : કતોપોર બજાર માર્ગ બન્યો અત્યંત બિસ્માર, ભર બજાર વચ્ચે માર્ગ પર સળિયા ઉપસી આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!