Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં પત્નીએ પતિનું ગળું દબાવી, વીજકરંટ આપી હત્યા કરી.

Share

વડોદરાના છાણી વિસ્તારમાં એક મહિલા પર તેનો પતિ ચારિત્ર્ય પર શંકા કરતો હોવાથી તેમજ ઝઘડો કરી લાત મારી હોવાથી 27 વર્ષની પત્નીએ 42 વર્ષના પતિની ક્રૂર હત્યા કરી હોવાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. પોલીસે આરોપી મહિલાની અટકાત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરાના છાણી જકાતનાકા પાસે ટીપી-13 માં આવેલ વીએમસી ક્વાટર્સના મકાન નંબર 43 માં રહેતા નવીનભાઇ વાળંદ પત્ની રંજન અને આઠ વર્ષના પુત્ર અને છ વર્ષની પુત્રી સાથે રહેતા હતા. રવિવાર રાત્રે નવીનભાઇ ઘરમાં ઉંઘી ગયા હતા અને પત્ની આગળના રૂમમાં બાળકો સાથે ઉંઘવા માટે આવી ગઇ હતી. દરમિયાન સવાર થતાં રંજનબેન પતીને જગાડવા માટે રૂમમાં ગયા હતા અને ગભરાઇને બહાર આવી બૂમાબૂમ કરી બાજુના મકાનમાં રહેતા 80 વર્ષિય સસરા ગોરધનભાઇ વાળંદને કહેવા લાગી હતી કે મારા પતિ નવિન પથારીમાંથી નીચે પડી ગયો છે અને કશું બોલતો નથી. જેથી વૃદ્ઘ પિતા પુત્ર ઉંઘતો હતો તે રૂમમાં દોડી ગયા હતા. જ્યાં તેમણે જોયું કે પુત્રને ગળાના ભાગે અને પગે ઇજાઓના નિશાન હતા અને તે બેભાન અવસ્થામાં હતો. જેથી પત્ની રંજને 108 એમ્યુલન્સમાં ફોન કર્યો હતો અને એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી અને તેને તાત્કાલીક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

પતિની મોત અંગે પોલીસને શંકા ગઈ હતી જેથી પોલીસે ઘટના અંગે પત્ની રંજનબેનની કડકાઈથી પૂછપરછ કરી હતી. જેમાં રંજન પડી ભાંગી હતી અને તેણે કબુલ્યું હતું કે પતિ તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને ઝઘડા કરતો હતો. પતિએ તેને લાત પણ મારી હતી. જેથી આ વાતનો બદલો લેવા તેણે પતિ નવિન રવિવાર રાત્રે ઉંઘતો હતો, ત્યારે દોઢ વાગ્યે લોખંડના ટુકડાથી તેનું ગળું દબાવી દીધું હતું. તેમજ વીજ વાયરથી તેના પગે વીંટી અને કરંટ આપી તેને મોતને ઘાટ ઉતારી તે આગળના રૂમમાં બાળકો પાસે ઉંઘવા આવી ગઇ હતી. જેથી તેના પર કોઇને શંકા ન જાય.

Advertisement

રંજને પતિની રાત્રે દોઢ વાગ્યે કરપીણ હત્યા નિપજાવ્યા બાદ સવારે કોઇને તેના પર કોઇ શંકા ન જાય તે માટે તેણે નિયતક્રમ પ્રમાણે તેના પુત્ર અને પુત્રીને તૈયાર કરી અને સ્કૂલે પણ મોકલ્યા હતા. પતિ પત્ની વચ્ચે કાયદેસર લગ્ન પણ થયા ન હતા. માત્ર બંને એકબીજા સાથે રહેતા હોવાનું પોલીસ અધિકારીએ કહ્યું સાથે જ આરોપી પત્ની રંજન અને મૃતક પતિ નવીન વચ્ચે ઉંમરનો પણ મોટો તફાવત છે. મૃતક નવીનના પિતાએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પોતાની જ પુત્રવધૂ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.


Share

Related posts

ઝઘડીયાના રાજપારડી ગામે શાળામાં રજત જયંતિ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.

ProudOfGujarat

ભરૂચમાં પૂર પીડિતોને કેશડોલ સહાય ચૂકવાઇ, તંત્ર દ્વારા સર્વે બાદ સહાય પક્રિયા ઝડપી શરૂ કરી

ProudOfGujarat

નેત્રંગમાં ખેડુતે પોતાના જન્મદિવસ નિમિત્તે વિધવા મહિલાઓને ધાબળા વિતરણ કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!