માંડવી રિવરફ્રન્ટ ખાતે આદિવાસી જાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની આદિવાસી પહેરવેશ સજી-ધજીને તેમજ આદિવાસી વાજિંત્રો સાથે આનંદ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી, આ પ્રસંગે યુવા મોરચા દ્વારા બાઇક રેલી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે સુરત જિલ્લા વહીવટી વિભાગના અધિકારી દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને સન્માનિત કરી વિવિધ સ્મૃતિભેટ ઓ અર્પણ કરાઇ હતી.
આ પ્રસંગે સાંસદ પ્રભુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજ પ્રકૃતિનું નિર્માણ થયું ત્યારથી જ છે અગાઉની અનેક સરકારોએ રાજ કર્યુંપણ તેઓએ આદિવાસી સમાજને ફક્ત લોલીપોપ આપેલ છે. તેમજ ૧૦ કરોડથી વધુ જનજાતિ સમાજની હાલની સરકારે ચિંતા કરી છે તેમજ કેન્દ્ર સરકારમાં દરેક જાતિના છેવાડાના માનવીને પણ પ્રતિનિધિત્વ આપ્યું છે તેમજ રૂપિયા ૧૫ કરોડના રસ્તા માટેના કામો મંજુર કરેલ છે. તથા માંડવી કીમ રોડ માર્ગ માટે રૂપિયા 200 કરોડની માતબર રકમ પૂર્ણેશભાઈ મોદી દ્વારા મંજૂર કરાઇ છે.
કાર્યક્રમના અધ્યક્ષ પૂર્ણેશ ભાઇ મોદીએ જણાવ્યું હતું કે, જે તે વખતની અગાઉની સરકારના રાજકર્તાઓએ ગરીબો સાથે છેતરપિંડી કરી છે. અને આદીવાસી સમાજના લોકોને અન્યાય કરેલ છે. તેમણે આદિવાસી સમાજ માટે કશું કર્યું નથી ફક્ત ગરીબી હટાવોના નારા લગાવ્યા છે. તેમણે આદિવાસી સમાજના લોકોને તેઓના હકથી વંચિત રાખ્યા છે જ્યારે વર્તમાન સરકારે આદિવાસી સમાજની ચિંતા કરી છે તેમજ વિવિધ યોજનાકીય લાભો અપાવ્યા અને શિક્ષણનું સ્તર ઊંચું લાવ્યું છે. તેમજ આપણા દેશની આઝાદી મેળવવામાં જેમણે બલિદાન આપ્યા છે તેમના જીવનમાંથી પ્રેરણા મેળવવા જણાવ્યું હતું. તેમજ ભગવાન બિરસા મુંડા જેવા આદિવાસી યુગ પુરુષને કોટી કોટી નમન વંદન કર્યા હતા અને અંગ્રેજો પણ આદિવાસી સમાજ હટાવી શક્યા ન હતા. આપણી પ્રકૃતિને ઉજાગર કરવાનું કામ આદિવાસી સમાજ કરી રહ્યો છે. તેમજ કીમ રોડના કાર્યો માટે રૂ.૧.૯૫ કરોડ મંજુર કરેલ છે જેનું કામ ટૂંક સમયમાં શરૂ કરાશે. આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ કલેકટર દ્વારા યુ.પી.એસ.સી તથા જીપીએસસી માટે રૂપિયા 40 લાખ ફાળવવામાં આવેલ છે. આ પ્રસંગે લાભાર્થીઓને પ્રમાણપત્ર તથા રમતવીરોને ચેક અર્પણ કરવા આવ્યા હતા તેમજ દેશની રક્ષા કરતા નિવૃત સૈનિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંદિપભાઈ દેસાઈ, સુરત જિલ્લા કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારી, સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગીતાબેન પટેલ,સુરત જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ રોહિતભાઈ પટેલ સુમુલ ડેરીના ડિરેક્ટર રેશાભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના પ્રમુખ હિનાબેન વસાવા માંડવી નગર ભાજપ પ્રમુખ નટુભાઇ રબારી, દિનેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ રેખાબેન વશી, માંડવી નગર તથા તાલુકાના હોદ્દેદારો કાર્યકર મિત્રો લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે આભારવિધી વિક્રમસિંહ ભંડેરી યોજના તાલુકા વિકાસ અધિકારીએ કરી હતી.
જીતેન્દ્ર સોલંકી માંડવી.