બર્મિઘહામમાં આયોજિત કૉમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતીય ખેલાડીઓએ સારૂ પ્રદર્શન કર્યુ છે. ભારતે આ રમતમાં કુલ 61 મેડલ જીત્યા છે જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રૉન્ઝ મેડલ સામેલ છે. આ અદભૂત પ્રદર્શનને કારણે ભારતે ચોથુ સ્થાન મેળવ્યુ છે. રમતના અંતિમ દિવસે પણ ભારતે ચાર ગોલ્ડ સહિત છ મેડલ જીત્યા હતા. આ ચાર ગોલ્ડમાંથી ત્રણ તો બેડમિન્ટનમાં ભારતે જીત્યા છે.
કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતના ગોલ્ડ મેડાલિસ્ટ
1. મીરાબાઇ ચાનૂ- ગોલ્ડ મેડલ (વેટલિફ્ટિંગ 49KG)
2. જેરેમી લાલરિનુંગા- ગોલ્ડ મેડલ (વેટલિફ્ટિંગ 67 KG)
3. અચિંતા શેઉલી-ગોલ્ડ મેડલ (વેટલિફ્ટિંગ 73 KG)
4. વિમેન્સ ટીમ- ગોલ્ડ મેડલ (લૉન બૉલ્સ)
5. મેન્સ ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
6. સુધીર- ગોલ્ડ મેડલ (પેરા પાવરલિફ્ટિંગ)
7. બજરંગ પૂનિયા- ગોલ્ડ મેડલ (કુશ્તી 65 KG)
8. સાક્ષી મલિક- ગોલ્ડમેડલ (કુશ્તી 62 KG)
9. દીપક પૂનિયા-ગોલ્ડ મેડલ (કુશ્તી 86 KG)
10. રવિ કુમાર દહિયા-ગોલ્ડ મેડલ (કુશ્તી 57 KG)
11. વિનેશ ફોગાટ-ગોલ્ડ મેડલ (કુશ્તી 53 KG)
12. નવીન કુમાર-ગોલ્ડ મેડલ (કુશ્તી 74 KG)
13- ભાવિના પટેલ-ગોલ્ડ મેડલ (પેરા ટેબલ ટેનિસ)
14- નીતૂ ઘંઘસ- ગોલ્ડ મેડલ (બૉક્સિંગ)
15. અમિત પંઘલ- ગોલ્ડ મેડલ (બૉક્સિંગ)
16. એલ્ડહૉસ પૉલ- ગોલ્ડ મેડલ (ત્રિપલ જંપ)
17. નિકહત જરીન- ગોલ્ડ મેડલ (બૉક્સિંગ)
18. અચંત અને શ્રીજા અકુલા-ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
19. પીવી સિંધુ- ગોલ્ડ મેડલ (બેડમિન્ટન)
20. લક્ષ્ય સેન- ગોલ્ડ મેડલ (બેડમિન્ટન)
21. સાત્વિક અને ચિરાગ- ગોલ્ડ મેડલ (બેડમિન્ટન)
22. અચંત શરત કમલ-ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
ભારતે 11 માં દિવસે છ મેડલ મેળવ્યા હતા જેને કારણે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને પછાડીને ચોથુ સ્થાન મેળવ્યુ હતુ. ભારતના નામે 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રૉન્ઝ મેડલ છે. મેડલ ટેલીમાં 67 ગોલ્ડ, 57 સિલ્વર અને 54 બ્રૉન્ઝ મેડલ સાથે ઓસ્ટ્રેલિયા ટોપ પર રહ્યુ છે. યજમાન ઇંગ્લેન્ડે 57 ગોલ્ડ મેડલ મેળવીને બીજા અને કેનેડા 26 ગોલ્ડ મેડલ સાથે ત્રીજા સ્થાને રહ્યુ હતુ. 19 ગોલ્ડ મેડલ સાથે ન્યૂઝીલેન્ડ પાંચમા નંબર પર રહ્યુ હતુ.