અંકલેશ્વર પ્રાંત કચેરીમાં શિરસ્તેદારના હોદ્દા પર મહેસૂલ અંગેની કામગીરી અધૂરા જ્ઞાનના કારણે થતી હોવાની બૂમ ઉઠવા પામી છે. પ્રાંત કચેરીમાં આવતા ખેડૂતોના મહત્વના કામોમાં વિલંબ થઈ રહ્યો છે અથવા ખોટા નિર્ણયો લેવાઈ રહ્યા છે. હાલમાં સરકાર દ્વારા ખેડૂત ખરાઈ અંગેના પ્રમાણપત્રો ઓનલાઈન એપ્લિકેશનથી પ્રાંત કચેરીએથી મેળવવાના હોય છે અને ખેડૂતોને સુગમતાથી દાખલો મળી રહે તે માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તેમ છતાં પણ અધિકારીઓની કામ કરવાની અનિચ્છા અથવા મહેસૂલનું અપૂરતું જ્ઞાન જવાબદાર હોવાનું અરજદારએ કલેકટરને કરેલ અરજીમાં જણાવ્યુ છે. ખેડૂતો જે અરજી કરે છે તેની પણ ફી વ્યર્થ જાય છે. આમ અંકલેશ્વર કચેરીના શિરસ્તેદાર દ્વારા ખેડૂતોને હેરાનગતિ કરતી હોય અને ખેડૂત ખરાઈની અરજી થાય ત્યારે સમગ્ર પ્રકરણનો અભ્યાસ કરી એક જ વખત નિર્ણય લેવામાં આવે તો ખેડૂતોના નાણાનો વ્યય થતો અટકી શકે છે. અંકલેશ્વર પ્રાંત કચેરીમાં છેલ્લા ઘણા વર્ષોથી એક જ શિરસ્તેદાર કામ કરતાં હોય આ જગ્યા મહત્વની હોય તો આવી જગ્યા પર મહેસૂલી યોગ્યા જ્ઞાન ધરાવતા અધિકારીની નિમણૂક થાય તેવી રજૂઆત કરવામાં આવી છે.
અંકલેશ્વર પ્રાંત કચેરીના શિરસ્તેદારની જગ્યા પર યોગ્ય મહેસૂલનું જ્ઞાન ધરાવતા અધિકારીને મૂકવા માંગ.
Advertisement