અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે મુલાકાતીઓને કલાકો સુધી રાહ જોવડાવ્યા પછી પણ મુલાકાત ન આપતા દૂર-દૂર ગામડેથી આવતા અરજદારોમાં કચવાટની લાગણી ઊભી થવા આવી છે. ભારત એક લોકશાહી દેશ છે અને લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે. પોતાના પ્રશ્નોનાં નિરાકરણ માટે આવતા લોકોને સરળતાથી કામ થાય તે માટે અધિકારીઓ સત્વરે મુલાકાત આપી તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવું જોઈએ તેમ કમલેશભાઈ પરમાર એ કલેકટરને લેખિતમાં અરજી કરી આક્ષેપો કર્યા છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે પ્રાંત કચેરીના શિરસ્તેદાર પણ મોટાભાગે પ્રાંત અધિકારીની ચેમ્બરમાં બેસી રહેતા હોય છે. પ્રાંત અધિકારી અને શિરસ્તેદારને મળવા આવતા અરજદારો લાઇટ પંખા વગર બફારમાં કલાકો સુધી શેકાઈ રહ્યા છે. આ બાબતે કલેકટર નાગરિકોની સુવિધામાં વધારો કરી અને પ્રાંત અધિકારી અરજદારોને ધરમ ધક્કામાંથી મુક્તિ મળે તેવા સંનિષ્ઠ પ્રયાસો કરે તે સમયની માંગ છે.
અંકલેશ્વર પ્રાંત અધિકારી દ્વારા અરજદારોને કલાકો સુધી બેસાડી રખાતા કલેકટરને રજૂઆત.
Advertisement