Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : વડતાલ મંદિર દ્વારા આંબાની કલમોનું વિતરણ કરાયું.

Share

સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વ પ્રસિદ્ધયાત્રાધામ વડતાલમાં, રવિસભામાં, વૃક્ષારોપણ માટે, શ્રીહરિકૃષ્ણ એગ્રો અજરપુરાના સૌજન્યથી, વર્તમાન ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના ૫૬ માં જન્મદિન નિમિત્તે પાંચ હજાર છ સો આંબાની કલમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૧૫૦ થી વધુ ગામડાઓમાં રહેતા લોકોને વલસાડની કેસર કેરીની કલમોની ચાર ફૂટના છોડ આપવામાં આવ્યા છે. આ પર્યાવરણના જતન માટે સંસ્થાની નવતર પહેલ છે.

૬૭ મી રવિસભામાં મુખ્યકોઠારી ડો સંત સ્વામીએ ભગવાનશ્રી સ્વામિનારાયણના વચનામૃતની કથા દ્વારા શ્રદ્ધા વિશ્વાસ અને શરણાગતિની દ્રઢતા કરાવી હતી અને આઝાદીના અમૃતપર્વ નિમિત્ત હરઘર તિરંગો લહેરાવવા અપીલ કરી હતી. ડો. સંત સ્વામી અને પંકજભાઈ દેસાઈના હસ્તે વડતાલ મંદિર દ્વારા “ હર ઘર તીરંગા , શ્રીજી કે મંદિર પે તિરંગા “ અભિયાનનો આરંભ કરાવવામાં આવ્યો હતો.

પંકજ દેસાઈએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આંબાના છોડ આપીને મંદિરે પહેલ કરી છે. ફળાવ વૃક્ષ હોવાથી લોકો સ્વયં જતન કરીને ઉછેર કરશે અને આ તો મંદિરમાંથી મળે છે માટે પ્રસાદીરૂપમાં તેનું જતન કરીને ઉછેર કરવા ભલામણ કરીને રાજ્ય સરકાર દ્વારા વિરાટ ફલક પર જે રીતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે તેની વિગતવાર માહિતી આપી હતી અને રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે સંસ્થાના સેવા કાર્યોને બિરદાવ્યા હતા. એસ પી રાજેશ ગઢિયાએ પ્રાસંગિક વક્તવ્ય આપતા કહ્યું હતું કે, આ તિરંગો ફરકાવીશું તે રાષ્ટ્ર ગૌરવની સાથે સાથે સીમા સુરક્ષા કરી રહેલા સૈનિકોના આત્મવિશ્વાસને વધારશે.

Advertisement

આજરોજ સંસ્કૃત પાઠશાળાથી હરિઓમ સ્વામી, બ્રહ્મસ્વરુપ સ્વામી વગેરે સંતોએ આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, એસ.પી.ખેડા, રાજેશ ગઢીયા, નેતા એન.સી.પી.જયંત બોસ્કી વગેરે રાજદ્વારી મહાનુભાવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ મંદિરના હિંડોળા દર્શન, રોજ સ્વા લાખ તુલસીદળ અર્ચન, ૫૧ હજાર બીલીપત્ર અર્પણ, અખંડધુન જેવા પવિત્ર ભક્તિમય કાર્યોની વચ્ચે આંબા વિતરણ અભિયાનને સફળ બનાવવા માટે ભાવેશભાઈ અજરપુરાની ભાવના પ્રમાણે ખૂબ જહેમત લઈને વડતાલ મંદિરની સ્વયંસેવક ટીમ કામ કરી રહી છે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

જમાઈ દ્વારા સાસુની નિર્મમ હત્યા… જાણો ક્યાં..??

ProudOfGujarat

મોહરમ પર્વ નિમિત્તે પાલેજ પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

ProudOfGujarat

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને નિયમો લાગુ પડતાં નથી ! નંબર પ્લેટ વગરનાં વાહનો , આર.ટી.અોના નિયમોની કરાતી ઐસીતૈસી દારૂના કેસો ચોપડે બતાવવાનું નાટક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!