Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરની યુનિયન બેંકના લૂંટારુને પડકારનાર પોલીસ જવાનનું કરાયું સન્માન.

Share

અંકલેશ્વરમાં યુનિયન બેંક લૂંટમાં લૂંટારુઓને માત્ર લાકડીથી પડકારનાર શહેર પોલીસ મથકના પોલીસ જવાન ધર્મેન્દ્રસિંહ ઝાલાનું ગુજરાત રાજ્ય કમર્ચારી મહામંડળ ભરૂચ દ્વારા પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માન કરાયું હતું.

અંકલેશ્વર શહેરમાં બે દિવસ પૂર્વે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં હથિયારો સાથે ત્રાટકેલા લૂંટારુઓને નીડરતા પૂર્વક માત્ર લાકડીના સહારે સામનો કરી લૂંટના રોકડા રૂપિયા 24 લાખ પરત મેળવ્યા હતા.

Advertisement

શહેર પોલીસ મથકના પોલીસ જવાન કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલાનું શહેર પોલીસ મથક ખાતે ડીવાયએસપી ચિરાગ દેસાઈ, શહેર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ વાળાની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય કમર્ચારી મહામંડળ ભરૂચ ઘટક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના જીવની પરવા કર્યા વિના હિંમતભેર લૂંટારુનો સામનો કરી કાર્યશીલતા, કાર્ય નિષ્ઠા તેમજ ગુણવત્તા મુજબ હિંમતભેર કામગીરી કરવા બદલ પ્રશસ્તિ પત્ર આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દવેન્દ્રસિંહ પરમાર, મહામંત્રી પ્રવિણસિંહ રાવ, બેચર રાઠોડ સહીત સંસ્થાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

તા. ૧/૧/૨૦૧૮ ની લાયકાતના ધોરણે નર્મદા જિલ્લામાં આજથી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો થનારો પ્રારંભ તા. ૧૨ થી ફેબ્રુઆરી સુધી હક્કદાવા-વાંધા અરજીઓ રજુ કરી શકાશે

ProudOfGujarat

છોટાઉદેપુર : બોડેલીમાં મહિલાઓ સહિત ૫૦૦ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના પ્રમુખનાં જાતિના પ્રમાણપત્રના વિવાદનો મામલો : ભરૂચ કલેકટર, ચૂંટણી અધિકારી, મ્યુનિસિપલ કમિશનર પાલિકા પ્રમુખને હાઈકોર્ટમાં હાજર થવા ફરમાન..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!