ઓગસ્ટ મહિનામાં તહેવારોની રજાઓ વધારે આવતી હોય છે અને તહેવારોની રજાઓની સાથે સાથે શનિ રવિની રજા હોવાથી સળંગ પાંચ કે છ દિવસની રજાઓ આવે છે જેથી અમદાવાદવાસીઓ રજાઓનો લાભ લઇ વિવિધ સ્થળોએ ફરવા નીકળી જાય છે. આ મહિનામાં રક્ષાબંધન, 15 મી ઓગસ્ટમાં સ્વતંત્રતા દિવસ અને જન્માષ્ટમીના તહેવારની રજાઓ નજીક આવી રહી છે તેમ તેમ લોકો ફરવાના સ્થળોનું પ્લાનિંગ શરૂ થઇ ગયું છે.
આ રજાઓમાં જો હવાઈ માર્ગ દ્વારા ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો તમારે સામાન્ય કરતા અઢી ગણું વધુ ભાડું ચૂકવવાનું થઇ શકે છે. અમદાવાદથી વન-વે ફ્લાઇટમાં ભાડામાં તોતિંગ વધારો કર્યો છે. ગોવા ઉપરાંત જયપુર, શિરડી, બેંગ્લુરુ, દેહરાદૂનના ભાડામાં સામાન્ય કરતા 130 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
રક્ષાબંધનની ગુરુવારે રજા છે ત્યારબાદ બીજો શનિવાર અને રવિવાર આવે છે અને સોમવારે 15 મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ હોવથી શુક્રવારે એક જ દિવસની રજાની લઈને 5 દિવસનું મીની વેકેશન માટે અનેક લોકો આયોજન કરી રહ્યા છે. સામાન્ય દિવસોમાં અમદાવાદથી ગોવા જવાનું ભાડું 5 હજાર આજુબાજુ હોય છે અને રજાઓમાં આ જ ભાડું 14 હજારથી પણ વધારે થવાની શક્યતા છે.
અમદાવાદથી ક્યાં જવા માટે કેટલું ભાડું ?
સ્થળ — રજાઓમાં ભાડું ——- સામાન્ય દિવસોમાં ભાડું (12 ઓગસ્ટની સ્થિતિએ)
ગોવા — 14,196/- —– 7,500/-
મુંબઈ — 6427/- —- 2,574/-
જયપુર — 8,841/- —- 5,000/-
શિરડી — 7,293/- —- 5,000/-
બેંગ્લુરુ — 13,566/- —– 8,000/-
દિલ્હી — 9,367/- —- 5,500/-
દેહરાદૂન — 14,196/- —– 7,500/-
ચંદીગઢ —- 9,471/- —— 6,500/-