Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાના તલાટીઓના પડતર પ્રશ્નો બાબતે ઝઘડિયાના સરપંચોએ આવેદન પાઠવ્યું.

Share

ઝઘડિયા તાલુકાના તલાટીઓ ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના આદેશ મુજબ ગત તા.૨.૮.૨૨ ના રોજ થી ઝઘડિયા તાલુકા પંચાયત ખાતે હડતાલ પર ઉતરી ધરણા પર બેઠા છે. ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષથી તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નો બાબતે સરકારમાં રજૂઆતો કરી છે, પડતર પ્રશ્નોનું સુખદ નિવારણ આવે તે માટે બેઠકો પણ કરી છે, પરંતુ કોઇ ઉકેલ આવેલ નથી.જેના પગલે ઝઘડિયા તાલુકાના ધરણા પર બેઠેલા તલાટી કમ મંત્રીઓની વ્હારે ઝઘડિયા તાલુકાના સરપંચો આવ્યા છે. તાલુકાના સરપંચો વતી પ્રાંત અધિકારી, ઝઘડિયા મામલતદાર, ઝઘડિયા તાલુકા વિકાસ અધિકારને આવેદનપત્ર પાઠવી પંચાયતના તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નો અંગે તાત્કાલિક નિરાકરણ લાવવા લેખિતમાં રજૂઆત કરી છે.

તેઓએ તેમની રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ તલાટી કમ મંત્રીઓની રાજ્યવ્યાપી હડતાળ ચાલુ હોય ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓ તા.૨.૮.૨૨ થી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરેલ છે જેને એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયેલ છે, પરંતુ હડતાળનો યોગ્ય ઉકેલ કે સમાધાન બાબતે આજદિન સુધી કોઈ નિર્ણય લેવાયેલ નથી. તલાટી કમ મંત્રી ગ્રામ્ય લેવલે પાયાના કર્મચારી હોઇ હડતાળથી ગ્રામજનોને ઘણા બધા કામો માટે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે અન્ય ઘણી સરકારી યોજનાઓ તથા વિકાસના કામોમાં તલાટી કમ મંત્રીની અગત્યની ભૂમિકા હોઇ હડતાળના કારણે સરકારી યોજના તથા વિકાસના કામો પણ હાલ ખોરંભે પડેલ છે. અરજદારો તથા લાભાર્થીઓની પડતી મુશ્કેલી બાબતે સરપંચોને રજૂઆત મળતી હોય છે. અરજદારો અને તલાટી કમ મંત્રીઓ બંનેની રજૂઆતો તથા મુશ્કેલીઓને ધ્યાન રાખીને સરકાર દ્વારા સત્વરે કોઈ યોગ્ય અને ચોક્કસ નિર્ણય લેવાય અને આ રાજ્ય વ્યાપી હડતાલનો સત્વરે નિરાકરણ આવે તેવી રજૂઆત કરી છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડી તાલુકામાં આવેલી લીંબડી સિવિલ હોસ્પિટલમાં આયુર્વેદિક સેન્ટરની સરાહનિય કામગીરી બંને ડોક્ટરો‌ દ્વારા કરવામાં આવી રહી છે.

ProudOfGujarat

રાજકોટના ગ્રીનફિલ્ડ હીરાસર એરપોર્ટનું વડાપ્રધાને ઉદ્ધાટન કર્યું

ProudOfGujarat

LEVIS કંપનીના ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરતા ઈસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!