માંડવી નગરપાલિકામાં પ્રોટેકશન વોલ બનાવવામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તથા થયેલ કામમાં હલકી કક્ષાનું મટીરિયલ વપરાયું હોય જે બાબતે ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી આગેવાની હેઠળ માંડવી પાલિકાના ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલને આવેદનપત્ર આપવામાં આવેલ છે. જેમાં પલ એજન્સી દ્વારા મનફાવે તે રીતે પાલિકાના મંજુર થયેલ પ્લાન એસ્ટીમેન્ટ મુજબ કામગીરી કરતા ન હોય અને પલ એજન્સી રનીંગ બિલના નામે સાઈટ ઉપર નબળી કામગીરી હોવા છતાં વધુ નાણાં ચૂકવવામાં આવેલ છે. જેથી સરકારી નાણાંનો દુરુપયોગ અને વેડફાટ થઈ થઈ રહ્યો છે. અને હાલમાં એજન્સીની નબળી કામગીરીનો ઉત્તમ નમૂનો પાલિકા ભવનના પાછળના ભાગે પથ્થરની પ્રોટેકશન વોલ તારીખ 5. 8. 22 ના રોજ બપોરના સમયે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી જેને દૈનિક પત્રો તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સમાચાર પ્રસારિતમાં આવ્યા હતા અને તે કામમાં પણ પલ એજન્સીને અમારી જાણકારી મુજબ રનીંગ બીલના નામે ૯ લાખ રૂપિયા જેટલી માતબર રકમ એજન્સીને ચૂકવેલ છે. સ્થળ ઉપર ફક્ત દીવાલ સિવાય કોઈ કામગીરી કરેલ નથી.
તેમજ તારીખ 7.8.22 ના રોજ રવિવારે રજાનો લાભ લઈ ભ્રષ્ટાચાર છુપાવવા માટે પાલિકાના જવાબદાર અધિકારી કર્મચારીની જાણ બહાર રિપેર કરવાનું કાર્ય હાથ ધરવામાં આવેલ હતું. જેને વિરોધ પક્ષના સભ્ય રસીદ ખાન દ્વારા અટકાવી દેવામાં આવેલ હતું તેમજ વોડ નંબર પાંચના કામમાં પણ હલકી કક્ષાનો મટીરીયલ વાપરવાનો આક્ષેપ કર્યો છે. જેથી માત્ર કાગળ પર જ નાણાં ચુકવવામાં મદદ કરનાર કર્મચારી સામે કાયદેસરની શિક્ષાત્મક તપાસ કરવા જણાવવામાં આવેલ છે. આ પ્રસંગે માંડવી કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરુણભાઈ પારેખ, શંકરભાઈ ચૌધરી, કોંગ્રેસના નગર મંત્રીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જીતેન્દ્ર સોલંકી માંડવી