શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ જીનવાલા કેમ્પસ, અંકલેશ્વર ખાતે ” આઝાદીના અમૃત મહોત્સવ”પર્વની ઉજવણી નિમિત્તે ‘તિરંગા રેલી’ નું આયોજન કરવામાં આવ્યું હતું. અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ સહિત સૌ ‘તિરંગા રેલી’માં ઉત્સાહભેર જોડાયા હતા. તિરંગો લહેરાવતાં સૂત્રોચ્ચાર સહિત રેલીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
‘દેશ કી શાન : તિરંગા’ વિષય પર વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા તથા વિવિધ કલાકૃતિઓ અને ગીતો તથા સંવાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની ભૂમિકા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.જયશ્રી ચૌધરીએ બાંધી હતી. કાર્યકારી આચાર્ય ડૉ.કે.એસ. ચાવડાએ વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને કાર્યક્રમમાં સહભાગી થવા પ્રોત્સાહિત કર્યા હતા. આવ્યું હતું કે આ કોલેજની સ્થાપના પણ આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં જ થઈ છે એ પણ એક યોગાનુયોગ છે તે માટે આ જ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને લોકલાડીલા નેતા ઈશ્વરસિંહ પટેલે અથાગ પ્રયત્ન કર્યા હતા. ડૉ.જી.કે.નંદાએ દેશ કી શાન : તિરંગા સંબંધિત વક્તવ્ય આપતા કહ્યું હતું કે, ” ફ્રાન્સ ક્રાંતિ થઈ ત્યારે ‘લિબર્ટી’ શબ્દ ઉદભવ્યો એનો જ અર્થ છે ‘આઝાદી’, ‘ સ્વતંત્રતા ‘આઝાદીના 75 વર્ષ પૂરા થયા તેથી આઝાદીનો અમૃત મહોત્સવની સરકાર તરફથી પણ મોટા પાયે ઉજવણી કરવા માટે પ્રયાસ થઈ રહ્યો છે. આઝાદીનો અર્થ એ નથી કે જે જોઈએ તે છીનવી લેવું, કરી લેવું પરંતુ, આઝાદી મેળવવા માટે જે અમર આત્માઓએ બલિદાન આપ્યું છે તેમના વિશે વિચાર-ચિંતન કરીને આઝાદ ભારત દેશ માટે આપણે શું કરી શકીએ ? તેના માટે પૂરતો પ્રયાસ કરવો જોઈએ. “એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તથા સપ્તધારા કો-ઓર્ડીનેટર પ્રા રાજેશ પંડ્યા, ગીત-સંગીત-નૃત્ય ધારા કન્વીનર ડૉ.વર્ષા પટેલ રંગ -કલા -કૌશલ્ય ધારા કન્વીનર પ્રા.સોનલ ખાંડપુરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. મુલ્તાની રૂહાની તથા હુમેરા શેખે તિરંગા વિશે વક્તવ્ય આપ્યું હતું. સેવક પઢિયારે,’ એસા દેશ હે મેરા..’ અકસા પઠાણ, રાઠોડ ક્રિશા, રઝિયા શેખ , સાહિસ્તા પઠાણ, સાલેહા ચૌહાણ, શિરીન પઠાણ, હુમેરા શેખે ‘ જબ જબ મેરે હોઠો પર નામ વતન કા આતા હૈ..’ દેશભક્તિગીત પ્રસ્તુત કર્યા હતા. તિરંગાને પ્રસ્તુત કરતી વિવિધ સુંદર કલાકૃતિઓનું નિર્માણ યશ પ્રજાપતિ, માનસી, ધરતી, શ્યામીયા પ્રવીણ, કાજલ વગેરેએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં ૧૭૭ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પસ એમ્બેસેડર સેવક પઢિયાર, સોબાન લાકડાવાલા, વિશાલ પટેલ, હિમાંશુ પટેલ વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. કાર્યકારી આચાર્ય ડૉ. કે.એસ. ચાવડાએ ઘર ઘર તિરંગા અભિયાન માટે સૌને પ્રતિજ્ઞા લેવડાવી હતી કે, ” હું પ્રતિજ્ઞા લઉં છું કે તારીખ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ દરમિયાન યોજનાર ‘ હર ઘર તિરંગા’અભિયાનમાં જોડાઈ, મારા ઘરે તિરંગો ફરકાવીશ અને મારા મિત્રો અને સગા સંબંધીઓને પણ તિરંગો ફરકાવવા માટે હું પ્રેરણા આપીશ. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે હું ‘હર ઘર તિરંગા’ માટે તન,મન અને ધનથી પ્રયાસ કરીશ. આ રાષ્ટ્રધ્વજ અને દેશ માટે મારી નિષ્ઠા અને સમર્પણ અખંડ રાખીશ. જય હિન્દ.” સૌ રાષ્ટ્રગાન ઉત્સાહભેર ગાઈને અને ભારત માતાનો જય જયકાર કરીને કાર્યક્રમ સંપન્ન થયો હતો.