Proud of Gujarat
GujaratFeaturedINDIA

ખેડા : બોગસ ખેડૂત ખાતેદારો મામલે મહેસુલ મંત્રીની આકસ્મિક મુલાકાત.

Share

ખેડા જિલ્લાના માતર તાલુકાની મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત કરી બની બેઠેલા ખેડૂતોનો પર્દાફાશ કર્યા બાદ મીડિયાને માહિતી આપતાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એ કહ્યું હતું કે, કોઈ એક ચોકકસ સમાજના લોકો દ્વારા ખોટી રીતે જમીનોના દસ્તાવેજો કરી આ કૌભાંડ આચરાયું છે. ફર્જી ખેડૂત બનવા માટે ફંડીંગ કરાતું હોય એવું પણ તંત્રના ધ્યાને આવ્યું છે અને આવા તત્વો દ્વારા મંદિર હસ્તકની જમીનો પણ પોતાના નામે કરી છે આવા તત્વોને રાજય સરકાર છોડશે નહી.

મંત્રી એ ઉમેર્યું કે,રાજ્યમાં બનાવટી ખેડૂતો સાવધાન રહે, જે વ્યકિતઓ બનાવટી ખેડૂત બની ગયા છે. તેમના ઉપર રાજ્ય સરકાર કાયદાકીય રીતે કડકમાં કડક પગલાં લેશે તથા ગુજરાત સરકારની રાજ્યના તમામ ખેડૂત પર નજર છે. જે ખેડૂત બનાવટી ખેડૂત બની રાજ્ય સરકારની યોજનાઓના લાભ લેશે તેને રાજ્ય સરકાર આકરી સજા પાઠવશે. બનાવટી ખેડૂત જે હશે તેની જમીન સરકાર હસ્તક લેવામા આવશે. આજે સવારે કચેરીઓ ખુલવાના સમયે જ મંત્રીએ માતર મામલતદાર કચેરીની ઓચિંતી મુલાકાત લઇ ચકાસણી કરી હતી. બનાવટી ખેડૂતની માહિતી ગુજરાત સરકારને હર હંમેશ મળતી હોય છે. બનાવટી ખેડૂતની મળતી માહિતી મુજબ ૨૦૧૨-૨૦૧૩ મા કેટલાક કેસો જોવામાં આવ્યા છે. આ કામગીરીમાં માતરના અધિકારીઓ પર પણ આક્ષેપો થયા છે. કસુરવાર અધિકારીઓને પણ છોડવામાં આવશે નહી તેમ જણાવી મહેસુલ મંત્રીએ ઉમેર્યું કે, બનાવટી ડોક્યુમેન્ટ જે પણ વ્યક્તિ એ રજુ કર્યા છે એમની સામે કોર્ટની કલમ ૪૬૫,૪૬૭,૪૬૮ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ વિભાગ પણ આ કામગીરીમાં મહેસુલ વિભાગ સાથે સંકલનમાં છે. મહેસુલ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતનો દરરજો એ ધરતીના તાતનો દરજ્જો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાના દધેડા અને ફુલવાડી ગામે પાર્ક કરીને મુકેલ મોટરસાયકલો ચોરાઇ.

ProudOfGujarat

પાનોલી નજીક બાકરોલ બ્રિજ પાસેની દુકાનમાંથી શંકાસ્પદ એસ.એસ ના વાલ્વ સાથે ત્રણ ઈસમોને ક્રાઇમ બ્રાંચ એ ઝડપી પાડયા

ProudOfGujarat

ભરૂચ: ઉમરા ગામે તબેલામાંથી ૧૦ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી જંબુસર પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!