વૈશ્વિક મહામારી કોરોનાકાળ દરમ્યાન સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલું કૌશયલ બહાર લાવવા માટે ઓનલાઈન સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હતું. હાલ સરકાર દ્વારા કરવામાં આવેલ વેકસીનેશનના કારણે કોરોનાનો કહેર ઓછો થયો છે ત્યારે સરકાર દ્વારા લાદવામાં આવેલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રતિબંધ સંપૂર્ણ પણે હટાવી લેવામાં આવ્યા છે. સરકાર દ્વારા આપવામાં આવતું ઓનલાઈન શિક્ષણ બંધ કરી ઓફલાઇન શરૂ કરવામાં આવ્યું છે સાથે વિદ્યાર્થીઓ માટે યોજવામાં આવતી ઓનલાઈન સ્પર્ધા બંધ કરી જુદીજુદી સ્પર્ધા ઓફલાઇન કરવામાં આવી રહી છે. જુગતરામ દવે પેસેન્ટર શાળામાં ક્લસ્ટર કક્ષાના કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કલા મહોત્સવમાં ચાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવતા 25 સ્કૂલના 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીનો પ્રથમ બીજો નંબર આવશે તેઓ તાલુકા કક્ષાએ ભાગ લેવા જશે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર : લખતર જુગતરામ દવે પેસેન્ટર શાળામાં ક્લસ્ટર કક્ષાનો કલા મહોત્સવ યોજાયો.
Advertisement