માંગરોળ તાલુકાના વાંકલ મોસાલી હથોડા અને નાની નરોલી સહિત ચાર ગ્રામ પંચાયતને સ્વચ્છતા માટે પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવાના હસ્તે ટેમ્પા અર્પણ કરાયા હતા.
15 માં નાણાપંચ યોજના હેઠળ જિલ્લા કક્ષાની આયોજનમાંથી સ્વચ્છતા માટે તાલુકાની મોટી ગ્રામ પંચાયતો ગણાતી વાંકલ મોસાલી નાની નરોલી અને હથોડા ગ્રામ પંચાયતને કચરો ઉપાડવા માટે રૂપિયા 28 લાખના ખર્ચે ટેમ્પા આપવામાં આવ્યા છે. તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ગણપતભાઈ વસાવા એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે અનુરોધ કર્યો હતો ત્યારબાદ તેમણે વાંકલ ગ્રામ પંચાયતના પ્રતિનિધિ અને તાલુકા પંચાયત સદસ્ય ડૉ. યુવરાજસિંહ સોનારીયાને વાહનની ચાવી અર્પણ કરી હતી. મોસાલી ગ્રામ પંચાયતના ઉપસરપંચ બિલાલભાઈ પાંચભાયા અને ગ્રામ પંચાયતના સભ્ય ઐયુબભાઈ પેરિસવાલાને ચાવી અર્પણ કરી હતી. હથોડા અને નાની નરોલી ગામના સરપંચ વાહનની ચાવી અર્પણ કરી હતી. ત્યારબાદ પૂર્વ મંત્રી ગણપતભાઈ વસાવા જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિ ચેરમેન અફઝલ ખાન પઠાણ અન્ય ચૂંટાયેલા સદસ્યો તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ મુકુંદભાઈ પટેલ સહિતના આગેવાનોએ તાલુકા પંચાયત કચેરી ખાતે લીલી ઝંડી બતાવી વાહનોને રવાના કર્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ