Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, 34,738 વિદ્યાર્થીઓ પાસ.

Share

ધોરણ 10 ની પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આજે જાહેર કરવામાં આવ્યું છે. કુલ 24.72 ટકા પરિણામ આવ્યું છે. 140509 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 34738 વિદ્યાર્થીઓ પાસ થયા છે. દિવ્યાંગ વિદ્યાર્થીઓને 20 ટકા પાસિગ ધોરણે પાસ કરવામાં આવ્યા છે.

માર્ચ એપ્રિલ 2022 માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા ઉમેદવારો જેઓ સ્ટાન્ડર્ડ ગણિત સાથે પૃથક્ક ઉમેદવારો તરીકે પરીક્ષા આપવા માટે નોંધાયા હતાં. તેવા 3367 ઉમેદવારો પૈકી 3191 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાંથી પાસ થનારા ઉમેદવારોની સંખ્યા 2286 છે.

Advertisement

ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 62.72 ટકા આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 29.29 ટકા આવ્યું છે. પ્રથમ વખત રાજ્યમાં પૂરક પરીક્ષાનું આટલું ઊંચું પરિણામ આપવામાં આવ્યું છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 41167 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 37457 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 23494 વિદ્યાર્થીઓ પાસ થયા છે. એટલે 62.72 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 68.93 ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 58.86 ટકા આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ અગાઉ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યુ હતુ.


Share

Related posts

અંકલેશ્વર ગાર્ડનસિટી વિસ્તારમાં આવેલ બાલાજી એવનયુ માંથી મોટરસાયકલની થયેલ ઉઠાંતરી…

ProudOfGujarat

આજરોજ ભરૂચમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1212 પર પહોંચી.

ProudOfGujarat

માંગરોળ : કાકરાપા૨–ગોળદા-વડ સિંચાઈ યોજના માટે રૂા.૨૦.૯૦ ક૨ોડની સ૨કા૨ની મંજુરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!