સંસદના બંને ગૃહોના સભ્યો આજે દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ સંસદ પરિસર પહોંચીને પોતાનો મત આપ્યો. આ પદ માટે NDA ના ઉમેદવાર જગદીપ ધનખર અને વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વા વચ્ચે જંગ છે. બંને ગૃહોમાં NDA ની મજબૂત સ્થિતિને જોતા ધનખડની જીતને માત્ર ઔપચારિકતા માનવામાં આવી રહી છે.
પૂર્વ PM મનમોહન સિંહ, પૂર્વ વડાપ્રધાન, કોંગ્રેસના સાંસદ ડૉ.મનમોહન સિંહ, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ-અશ્વિની વૈષ્ણવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદમાં પોતાનો મત આપ્યો.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીથી દૂર રહેવાની જાહેરાત કરનાર તૃણમૂલ કોંગ્રેસે સુવેન્દુ અધિકારીના પિતા શિશિર અધિકારીને પત્ર લખ્યો છે. જેમાં શિશિરને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન ન કરવા માટે કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, જ્યારે સુવેન્દુ ભાજપમાં જોડાયા છે, તેમના પિતા શિશિર અધિકારી, બંગાળના સાંસદ, હજુ પણ TMC નો ભાગ છે.