ખેડા પોસ્ટલ ડિવિજન ઓફિસ સ્ટાફ અને નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ સ્ટાફ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી નડિયાદ હેડ પોસ્ટ ઓફિસથી શરૂ કરી અલગ અલગ વિસ્તારમાં પસાર થઇ હતી. હર્ષદભાઈ સી પરમાર અધિક્ષક ડાખઘર ખેડાના જણાવ્યા પ્રમાણે આ રેલીના આયોજનનો મુખ્ય હેતુ ભારત સરકારના “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત દરેક નાગરિક તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવે અને દરેક દેશવાસીઓમાં રાષ્ટ્ર ભાવના વધુને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકમાં પોતાના દેશ પ્રત્યે ગર્વ અને દેશપ્રેમ વધે તે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ અભિયાનના ભાગરૂપે ખેડા પોસ્ટલ ડિવિઝન ની દરેક પોસ્ટ ઓફિસમાં ૨૫/- રૂપિયાના ભાવે રાષ્ટ્રધ્વજનુ વેચાણ ચાલુ કરવામા આવ્યું છે. તેની સાઈઝ ૨૦*૩૦ ઇંચ છે તેમજ આ રાષ્ટ્રધ્વજ est Ifice દ્વારા ઓનલાઈન પણ ઓર્ડર કરી શકાય છે. અત્યાર સુધી ૩૦૦૦ રાષ્ટ્રધ્વજનું વેચાણ થઇ ચુક્યું છે તેમજ દરેક હેડ પોસ્ટ ઓફીસ અને સબ પોસ્ટ ઓફિસમાં સેલ્ફી બોર્ડની વ્યવસ્થા પણ કરવામા આવી છે. જેમા દરેક નાગરીક પોતાની ઈચ્છા અનુસાર સેલ્ફી લઈને પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કરી શકશે. અર્જુનભાઈ એચ ચાવડા, સીનીયર પોસ્ટ માસ્ટર નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ, તેમજ ડિવિજન ઓફિસ સ્ટાફ અને નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ સ્ટાફ આ રેલીમાં હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ