મહિલાઓની પ્રગતિ માટે રાજ્યની અનોખી પહેલ સ્વરૂપે નારી વંદન ઉત્સવની ઉજવણી તા.૧ ઓગષ્ટ થી ૭ ઓગષ્ટ સુધી કરવામાં આવી છે. જેના પાંચમા દિવસે “મહિલા કર્મયોગી દિવસ” ની ઉજવણી જિલ્લાના આયોજન ભવનના સભાખંડમાં કરાઈ હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ મોનાબેન પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
આ કાર્યક્રમમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મુનિરા શુકલાએ પણ પ્રાંસંગિક પ્રવચનમાં મહિલાઓને માનસિક સ્વાસ્થય વિશે જાગૃતિ કેળવવા પર ભાર મુક્તા જણાવ્યું હતું કે, કામકાજના સ્થળે આ પ્રકારની જાતિય સતામણી થાય તો જિલ્લામાં રચાયેલ આંતરિક ફરિયાદ સમિતિમાં નિયત કરાયેલ દિવસમાં અરજી કરવા પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે દહેજ પ્રતિબંધક અધિકારી પીયુષ વસાવાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મહિલા ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.આ ઉપરાંત મહિલાઓના સુરક્ષા માટે પણ રાજય સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.આ કાયદા થકી જ મહિલાઓ સાપ્રંત સમયમાં આત્મનિર્ભર બની છે.
આજના આ પ્રસંગમાં કાયદા નિષ્ણાત અર્ચનાબેન વ્યાસે સરકારી અને બિન-સરકારી કચેરીમાં રચાયેલ આંતરિક ફરિયાદ સમિતિની વિગતવાર જાણકારી આપી હતી.તેમણે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ ૨૦૧૩ ની વિસ્તૃત વિગતોથી મહિલાઓને માહિતગાર કરવમાં આવી હતી. આ પ્રસંગે જાતિય સતામણીના પ્રકાર તથા નિવારણ અંગેની પ્રતિકાત્મક ફિલ્મનું નિર્દશન પણ કરાયું હતું.તથા ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.