મહેમદાવાદ રેલવે પોલીસ ચોકી પર સાત અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બે પોલીસ જવાન ઘાયલ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ હુમલાની ઘટનામાં 7 લોકો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ચાર ટીમો બનાવીને આરોપીને પકડી પાડવા ગતિવિધિ તેજ કરી હતી. જેમાં મોડી સાંજે પોલીસને સફળતા મળી છે. પોલીસે સાહીલ દીવાન (ઉં.24- ધંધો મજૂરી) (રહે- ભોલાપોળ,
મહેમદાવાદ, ખેડા), સાગર બિપિન પરમાર (ઉ-25 – ધંધો- નોકરી) (રહે -પૃથ્વી કોમ્પ્લેક્ષ બાજુ, મહેમદાવાદ-ખેડા).કિશન રવિભાઈ ઠાકોર (ઉ-22- ધંધો – મજુરી) (રહે – ગુજરાત હાઉસિંગ બોર્ડ, મહેમદાવાદ), રઈસ ઉર્ફે દેવ તળપદા(ઉ-18, ધંધો – મજૂરી) (રહે- ભોંઈવડા, મહેમદાવાદ) ને ઝડપી પડયા છે. તો અન્ય આરોપીઓને પકડવા ટીમો સતત કાર્યરત કરવામાં આવી છે.
મહેમદાવાદ રેલવે સ્ટેશનમાં 7 જેટલા ઇસમો દ્વારા 2 પોલીસ કર્મી પર હુમલો, સામાનની તોડફોડ ઉપરોક્ત પકડાયેલા પૈકી સાહિલ સામે વિવિધ પોલીસ મથકમાં 10 ગુનાઓ નોંધાયા છે. સાગર સામે 6 ગુનાઓ નોંધાયા છે અને કિસાન સામે એઓ ગુનો નોંધાયો છે.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે અન્ય ફરાર આરોપીઓ ટૂંક સમયમાં ઝડપાઇ જશે. પોલીસે અત્યાર સુધીની કાર્યવાહીમાં ગુનામાં વપરાયેલી બાઇક તથા અન્ય ટુ વહીલર તેમજ બે રામપુરી ચપ્પુ કબ્જે કર્યા છે.
નરેશ ગનવાણી : નડિયાદ