Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડના ઊંટડી ત્રણ રસ્તા પાસે રિક્ષામાં લઇ જવાતો દારૂ ઝડપાયો.

Share

વલસાડ જિલ્લાની બાજુમાં જ દમણ આવ્યું છે જેથી દારૂ લઈ જનાર વધુ હોઈ છે પણ પોલીસ જવાનો દારૂ લઈ જનારને પકડે જ છે તેનો ઉતમ નમૂનો સામે આવ્યો છે. રિક્ષામાં ચોરખાના બનાવી દારૂ લઈ જનારને પોલીસે દબોચી લીધો હતો. વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા પ્રોહીબિશનની પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે દરમિયાન ડુંગરી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે દમણથી દારૂનો જથ્થો લઈને બીલીમોરા જતી 2 રિક્ષાને ઊંટડી ત્રણ રસ્તા પાસે અટકાવી ચેક કરતા 867 બોટલ દારૂના જથ્થા સાથે 2 રીક્ષા ચાલકોને ઝડપી પાડયા છે. જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનથી ડુંગરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શક્તિસિંહ ઝાલાની ટીમ ને સફળતા અને બુટલેગરોની ચાલ નિષ્ફળ તેનું ઉતમ ઉદાહરણ છે. દારૂનો જથ્થો ભરાવી આપનાર અને મંગાવનાર કુલ 4 ઇસમોને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
વલસાડના ઊંટડી ત્રણ રસ્તા પાસે ડુંગરી પોલીસે બે રિક્ષા રોકી ચેક કરતા ટોપ વુડમાંથી અધધ 876 દારૂની બોટલ મળી આવી હતી.રાજ્યમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાઓ બાદ વલસાડ જિલ્લા સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. ત્યારે બુટલેગરો પણ પોલીસની નજર ચૂકવી દમણથી દારૂનો જથ્થો લઈ રાજ્યમાં ઠાલવવા પ્રયાસો કરી રહી છે. આવો જ એક કિસ્સો આજરોજ ડુંગરી પોલીસ સમક્ષ આવ્યો છે. ડુંગરી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે દમણથી રીક્ષા નંબર GJ-15-TT-5042 અને GJ-15-TT-2289 માં દમણથી વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને કોસ્ટલ હાઇવે થઈ બીલીમોરા તરફ જઈ રહ્યા હોવાની બાતમી ડુંગળી પોલીસની ટીમને મળી હતી. ડુંગરી પોલીસ ઊંટડી ત્રણ રસ્તા પાસે બાતમીવાળી રિક્ષાની વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળી રીક્ષા આવતા રિક્ષાને અટકાવી ચેક કરતા રિક્ષાના રૂફ ઉપર બનાવેલા ચોરખાનામાંથી વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

ડુંગરી પોલીસે દારૂનો જથ્થો અને 2 રીક્ષાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી દારૂનો જથ્થો મંગાવનાર અને દારૂનો જથ્થો ભરાવી આપનાર કુલ ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી પોલીસ આગળની તપાસ કરી રહી છે. પોલીસે 2 રીક્ષા અને દારૂનો જથ્થો મળી કુલ 1.20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.જિલ્લા પોલીસની કામગીરી પ્રશંસાને પાત્ર બની છે.

Advertisement

કાર્તિક બાવીશી


Share

Related posts

ભરૂચ જિલ્લામાં 8 પી.એસ.આઈ. ની આંતરિક બદલી.

ProudOfGujarat

ગત વર્ષો માં ગુજરાત વિધાનસભા ખાતે જુતું ફેકનાર ગોપાલ ઇટાલિયા એ ફરી જુતું માર્યું કોણ છે આવખતે નિશાના પર …?? જાણો વધુ

ProudOfGujarat

છોટાઉદેપુર નગરમાં આવેલ મુસ્લીમ વેપારીઓ દ્વારા પોતના વેપાર  ધંધા બંધ રાખી ભારત બંધ એલાનને અભૂતપૂર્વ સમર્થન આપ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!