Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઓલિમ્પિકમાં સામેલ થઇ શકે છે ક્રિકેટ, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતી કરી રહી છે સમીક્ષા.

Share

કૉમનવેલ્થમાં ક્રિકેટની વાપસી બાદ ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવાને લઇને ચર્ચા થઇ રહી છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતી ક્રિકેટ સહિત આઠ અન્ય રમતોને ઓલિમ્પિક 2028 સીઝનમાં સામેલ કરવાને લઇને સમીક્ષા કરશે. 2028 માં ઓલિમ્પિક ગેમ્સ લોસ એન્જલસમાં રમાશે. 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકની આયોજન સમિતીએ ICCને પોતાનો પક્ષ રાખવા કહ્યુ છે. ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવાને લઇને અંતિમ નિર્ણય 2023માં આવશે. ICC અને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના પ્રયાસોથી જ 2022 કૉમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવામાં આવ્યુ છે.

ક્રિકેટ સિવાય ઓલિમ્પિકની 2028 સીઝનમાં 8 અન્ય રમત પણ સામેલ થઇ શકે છે અને IOC તેની સમીક્ષા કરી રહી છે. બેસબોલ, ફ્લેગ ફૂટબોલ, બ્રેક ડાન્સિંગ, કરાટે, કિકબૉક્સિંગ, સ્કેશ, લાક્રોસ અને મોટરસ્પોર્ટને સામેલ કરવામાં આવી શકે છે. ઓલિમ્પિક સમિતીએ ફેબ્રુઆરીમાં કહ્યુ હતુ કે 2028 ઓલિમ્પિક ગેમ્સમાં કુલ 28 રમત સામેલ થશે જેનું ફોકસ યુવાઓ પર રહેશે. નવી રમતને સામેલ કરવાને લઇને સમિતીએ કહ્યુ હતુ કે આ જોવુ પડશે કે જે નવી રમત ઓલિમ્પિકમાં ફિટ બેસે છે કે નથી બેસતી.

Advertisement

ICC નું માનવુ છે કે ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવી જોઇએ. ICC ના સીઇઓ જ્યોફ એલાર્ડિસે કહ્યુ કે કૉમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો ક્રેઝ અને આકર્ષણ સૌથી વધારે રહ્યુ છે, તેમણે કહ્યુ કે મલ્ટીસ્પોર્ટ્સ ઇવેન્ટમાં રમવુ ખેલાડીઓ માટે પણ રોમાંચકારી રહ્યું છે. જોકે, માત્ર મહિલા ક્રિકેટને જ કૉમનવેલ્થ ગેમ્સમાં જોડવામાં આવી છે. ઓલિમ્પિકમાં બન્ને મહિલા અને મેન્સ ક્રિકેટને જોડવાની આશા છે. ક્રિકેટની ગ્લોબલ આઉટરીચ વિશએ ICC આશ્વસ્ત છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કૉમનવેલ્થ ગેમ્સ 2022 ના પોતાના ત્રીજા મુકાબલામાં બાર્બાડોસને 100 રને હરાવ્યું હતું. આ જીત બાદ ભારતીય ટીમે સેમિ ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. ભારતને પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તે બાદ તેને પાકિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું હતું. ભારતની રનના હિસાબથી આ બીજી સૌથી મોટી જીત છે. સેમિ ફાઇનલમાં હવે ભારતનો સામનો ઇંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડમાંથી કોઇ એક ટીમ સામે થશે.


Share

Related posts

ભરૂચના ઝાડેશ્વર ચોકડી નજીકથી વાહનચોરીના રીઢા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ઝઘડીયા ગામે આઠ ફુટ લાંબો અજગર પકડાયો.

ProudOfGujarat

નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા વર્ગ ૩ વર્ગ ૪ નાં કોરોના વોરિયર્સ દ્વારા કાળા વસ્ત્ર ધારણ કરી ઉજવાયો બ્લેક મન્ડે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!