કૉમનવેલ્થ ગેમ્સ 2022ના ટ્રૈક એન્ડ ફીલ્ડ ઇવેન્ટમાં ભારતનું ખાતુ ખુલી ગયુ છે. હાઇજંપર તેજસ્વિન શંકરે દેશ માટે બ્રૉન્ઝ મેડલ જીત્યો છે. 23 વર્ષના શંકરે દેશ માટે 18 મો મેડલ જીત્યો હતો. આ કૉમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં ભારત માટે હાઇજંપનો પ્રથમ મેડલ છે. કૉમનવેલ્થ ગેમ્સ 2022 માં અત્યાર સુધી ભારતે 5 ગોલ્ડ, 6 સિલ્વરઅને 7 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
તેજસ્વિન શંકરે 2.22 મીટરની સૌથી ઉંચી કૂદ સાથે દેશ માટે મેડલ જીત્યો છે, તેમણે 2.10 મીટરને આસાનીથી પાર કરીને શરૂઆત કરી હતી પરંતુ ચાર અન્ય એથલીટ 2.15 મીટરનો આંકડો પાર કરવામાં સફળ રહ્યા હતા. શંકરે પોતાના પ્રથમ પ્રયાસમાં 2.15 મીટર ઉંચી છલાંગ લગાવી હતી. તે બાદ તેને 2.19 મીટરનો કૂદકો માર્યો હતો. તે બાદ તેને 2.22 મીટરનો પ્રયાસ કર્યો હતો અને કૂદકો મારતા મેડલની દાવેદારી પાક્કી કરી હતી.
સતત 4 જંપ કર્યા બાદ તે 2.25 મીટરની ઉંચાઇને પાર કરી શક્યો નહતો. એક સમયે ગોલ્ડ મેડલનો દાવેદાર રહ્યો પરંતુ તે બાદ તેની સાથે મેડલ જતો જોવા મળી રહ્યો હતો પરંતુ બહામાસના ડોનાલ્ડ થોમસનો પણ 2.25 મીટરનો પ્રયાસ સફળ રહ્યો નહતો અને તેજસ્વિને ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતી લીધો હતો, તેને 2.28 મીટરના અંતિમ જંપને ના લેવાનો નિર્ણય કર્યો હતો. 2018 કૉમનવેલ્થ ગેમ્સમાં તે છઠ્ઠા સ્થાને હતો. બહામાસના ડોનાલ્ડ થૉમસ અને ઇંગ્લેન્ડના જો ક્લાર્ક ખાને પણ શંકરની બરાબર 2.22 મીટરની સૌથી લાંબો કૂદકો માર્યો હતો પરંતુ બન્નેએ એકથી વધારે પ્રયાસ કર્યા નહતા. બીજી તરફ તેજસ્વિને પ્રથમ પ્રયાસમાં જ તેને પાર કરી લીધુ હતુ. આ કારણે તેને મેડલ મળ્યો હતો.
તેજસ્વિન શંકર કૉમનવેલ્થ ગેમ્સ 2022 ના ભારતીય દળમાં સામેલ નહતો, જેના વિરૂદ્ધ તે દિલ્હી હાઇકોર્ટ પહોચી ગયો હતો. કોર્ટના આદેશ બાદ તેને રમતમાં સામેલ થવાની પરવાનગી મળી હતી. તે ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લઇ શક્યો નહતો. ન્યૂઝીલેન્ડના હામિશ કેરે ગોલ્ડ અને ઓસ્ટ્રેલિયાના બ્રેન્ડન સ્ટાર્કે સિલ્વર મેડલ જીત્યો હતો. બ્રેન્ડન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કનો ભાઇ છે.