માંગરોળ તાલુકાના વાંકલના હનુમાનજી મંદિર ખાતે શીતળા સાતમની પૂજા અર્ચના મહિલાઓ દ્વારા કરવામાં આવી. શીતળા સાતમના એક દિવસ આગળ રાંધણ છઠના દિવસે વિવિધ જાતની વાનગીઓ જમવાનું બનાવી બીજા દિવસ એટલે કે શીતળા સાતમના દિવસે ટાઢું ખાવાની પ્રથા છે. આજરોજ જમવાનું બનાવવાનું ના હોવાથી ફળિયાની મહિલાઓ એક જગ્યાએ એકઠી થઈ શીતળા માતાની કથા સાંભળે છે. આજે જમવાનું નહિ હોવાથી બનાવવાનું ચૂલો સળગાવતા નથી, આજે લોકો ટાઢું જમવાનું ખાય છે. ગોર મહારાજ રાકેશ પંડ્યા દ્વારા પૂજા અર્ચના કરાવવામાં આવી હતી.
વિનોદ મૈસૂરિયા : વાંકલ
Advertisement