Proud of Gujarat
INDIAFeaturedGujarat

સુરતમાં ગરબામાં જીએસટી મામલે વિરોધ પ્રદર્શન કરાતા આપના કાર્યકરોની અટકાયત.

Share

આ વખતે ગરબા પર જીએસટી લેવામાં આવી રહ્યો છે ત્યારે આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જીએસટી લગાવવાના આ નિર્ણયનો આપ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા અનોખી રીતે વિરોધ કરાયો હતો. રસ્તા પર જ આપ પાર્ટીના કાર્યકરોએ ગરબા ગાઈને આ નિર્ણયનો વિરોધ કરતા પોલીસ દ્વારા આપ પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. ટીંગાટોળી કરીને આપ પાર્ટીના કાર્યકરોને લઈ જવામાં આવ્યા હતા.

આ દરમિયાન આપ પાર્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી વિરોધ નોંધાવતા કહ્યું હતું કે, ગરબા રમવા પર 18% GST નાખીને આ લૂંટેરી અને ભ્રષ્ટ ભાજપ સરકારે ગુજરાતની અસ્મિતાને દુભાવે છે ત્યારે – ગરબા પર GST લાદવો એ ગુજરાતની સંસ્કૃતિ અને પરંપરાનું અપમાન છે તેમ તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું.

Advertisement

આગામી સમયમાં નવરાત્રિ આવી રહી છે ત્યારે નવરાત્રિ પહેલા આ પ્રકારે ગરબાના પાસ પર જીએસટી લગાવવામાં આવતા વિરોધ પ્રદર્શન આપ પાર્ટી દ્વારા સુરત સિવાય રાજકોટ, મોરબી, જામનગ સહીતના વિવિધ શહેરોમાં કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગરબા રમવા પર 18% GST મામલે અમદાવાદ, તાપી, પાટણ અને સાબરકાંઠા ખાતે વિરોધ કરવામાં આવ્યો. ત્યારે સુરતમાં ગરબા રમતા આપના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી.


Share

Related posts

ગુજરાત રાજ્ય એવોર્ડ ટીચર્સ ફેડરેશનના વાર્ષિક શૈક્ષણિક અધિવેશનમાં નર્મદાના રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ વિજેતા પ્રદીપસિંહ સિંધાનું સન્માન કરાયું.

ProudOfGujarat

યુવા દિવસની ખૂબ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી…જાણો ક્યાં અને કેવી રીતે…?

ProudOfGujarat

વડોદરા : અકોટામાં એક સાથે 12 દુકાન-ઓફિસના તાળા તૂટ્યા, તસ્કર ટોળકી CCTV માં કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!