Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના કોટ પારસીવાડમાં ઇમારતની દીવાલ ધરાશાયી થતાં એક મહિલા ઇજાગ્રસ્ત.

Share

ભરૂચના કોટ પારસીવાડમાં જર્જરિત 3 મંજલી ઈમારતનો કેટલોક ભાગ તૂટી પડતા ઘરમાં રહેલી મહિલા કાટમાળમાં દબાઈ હોવાના લાઈવ સીસીટીવી સામે આવ્યા છે. ગંભીર રીતે ઘવાયેલી મહિલાને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવી છે.

ભરૂચ શહેરમાં વર્ષો જૂની જર્જરિત 400 થી વધુ ઇમારતો અત્યંત જોખમી હોવા છતાં વર્ષોથી ભરૂચ પાલિકા માત્ર નોટિસો બજાવી પોતાની જવાબદારી નિભાવી રહી છે. ચોમાસામાં વરસાદી માહોલમાં આ મકાનો ધરાશયી થવાની કે તેમનો અમુક ભાગ તૂટી પડવાની ઘટના બની રહી છે. જેમાં ઇજા અને નુકશાની સર્જાઈ રહી છે.

બુધવારે પણ ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 10 માં આવેલા કોટ પારસીવાડ વિસ્તારમાં એક ઈમારતનો અમુક ભાગ તૂટી પડ્યો હતો. ત્રણ મંજલી ઈમારતનો ઉપરનો ભાગ કડડભૂસ થતા મકાનમાં નીચે રહેલી મહિલા ઉપર કાટમાળ પડ્યો હતો જેથી મહિલા ત્યાં જ ઢળી પડી હતી. ઘટનામાં સબાના શેખ નામની મહિલાને ગંભીર ઇજા પહોંચતા ભરૂચ બાદ વધુ સારવાર અર્થે સુરત ખસેડવામાં આવ્યા છે જેઓને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી છે.ઘટના બાદ ફાયર ફાઈટરો દોડતા થઈ ગયા હતા અને જોખમી કાટમાળને દૂર કરવા કવાયત હાથ ધરી હતી. પારસીવાડમાં સતત ઈમારત ઘસી પડવાની આ ત્રીજી ઘટના બની છે. આજની ઘટનામાં મહિલા ઉપર કાટમાળ પડવાના લાઈવ સીસીટીવી સામે આવ્યા હતા.

Advertisement

Share

Related posts

મધ્યપ્રદેશના ઈન્દોર ખાતે વાવ દુર્ઘટનામાં 35 નાં મોત, મુખ્યમંત્રીના તપાસના આદેશ

ProudOfGujarat

70 વર્ષ પછી બંધ થઈ રહ્યું છે લંડનનું ઐતિહાસિક ઈન્ડિયા ક્લબ, આઝાદી પછીથી હતું ભારતીય પ્રવાસીઓનું બીજું ઘર

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના કપાટ ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!