કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે રાજકારણાં જોડાવવાને લઈને સંકેત આપ્યા છે. રાજકારણમાં આવવાને લઈને મુમતાઝે કહ્યું હતું કે, ચાન્સ મળશે તો ભરુચમાંથી ચૂંટણી લડીશ. જેથી બની શકે છે કે, મુમતાઝ પટેલ આગામી સમયમાં ચૂંટણી પહેલા રાજકારણમાં સક્રિય ભૂમિકામાં દેખાઈ શકે છે. જોકે, અહેમદ પટેલ અત્યાર સુધી કોંગ્રેસમાં જ રહ્યા હતા ત્યારે મુમતાઝ પટેલે કોંગ્રેસ પાર્ટીને લઈને જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી રાજકારણમાં પ્રવેશ અંગે હાલ કોઈ વિગતે સ્પષ્ટતા નથી કરી.
કોંગ્રેસ માટે જેને પોતાનું જીવન આજીવન ખર્ચી નાખ્યું છે તેવા અહેમદ પટેલ કે જેઓ કોંગ્રેસના મોટા નેતા હતા. જેઓ રાજકિય વગ પણ કોંગ્રેસની અંદર ધરાવતા હતા. ત્યારે તેમના સ્વર્ગવાસ બાદ તેમના દીકરા ફૈઝલ પટેલને કોઈ પ્રોત્સાહન કોંગ્રેસ તરફથી આપવામાં નથી આવ્યું તે પ્રકારની વાત સામે આવી હતી. ફૈઝલ પટેલે કોંગ્રેસ તરફી આ કારણે નારાજગીને લઈને અગાઉ એપ્રિલ મહિનામાં ટ્વીટ કરીને દર્શાવી હતી. જોકે, કોંગ્રેસ તરફથી આ મામલે કોઈ પ્રોત્સાહનને લઈને નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ છોડવા માટેના ફૈઝલ પટેલે સંકેત અગાઉ આપ્યા હતા. મોવડી મંડળથી કોઈ પ્રોત્સાહન નથી મળતું, અહેમદ પટેલના પુ ફૈઝલ પટેલે આ પ્રકારની વાત ટ્વીટ કરીને એપ્રિલમાં કહી હતી. ત્યારે ફરી મુમતાઝે રાજકારણાં જોડાવવાને લઈને સંકેત આપ્યા છે.