અંકલેશ્વરની સ્વામિનારાયણ ગુરુકુલ હાઇસ્કૂલ ખાતે જીઆઇડીસી પોલોસ દ્વારા ધોરણ 9 અને 10 ની વિદ્યાર્થીનીઓ માટે મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરી સેલ્ફ ડિફેન્સ, સાયબર ક્રાઇમ, પોક્સો એક્ટ અંગેની માહિતી આપવામાં આવી હતી.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથક દ્વારા વિદ્યાર્થીનીઓને કાયદાકીય માહિતી મળી રહે તે હેતુસર મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું.
જીઆઇડીસી પોલીસ મથકના પીએસઆઇ વૈશાલીબેન આહીર દ્વારા જીઆઇડીસીમાં આવેલ સ્વામી નારાયણ ગુરુકુલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 9 અને 10 ની વિદ્યાર્થીનીઓ માટે મહિલા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ મહિલા જાગૃતિ કાર્યક્રમમાં પીએસઆઇ વૈશાલીબેન આહીર દ્વારા સેલ્ફ ડિફેન્સ, સાયબર ક્રાઇમ, સોશ્યલ મીડિયા, ઓનલાઇન ફ્રોડ તેમજ પોક્સો અંગેના કાયદાની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.
વધુમાં તેઓ દ્વારા પોલીસ દ્વારા રચના કરવામાં આવેલ “સી ટીમ” જે સ્કૂલ કોલેજ પાસે પેટ્રોલિંગ કરતી હોય છે જેના ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુરુકુલ હાઈસ્કૂલના ટ્રસ્ટી કિશોર પાનસુરીયા, આચાર્ય હેમલતાબેન શ્રીસ્વાલ અને શ્રીમતી અલકાબેન તેમજ જીઆઇડીસી પોલીસ મથકનો પોલીસ સ્ટાફ સહીત વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.