માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે મહિલાઓએ નાગ પંચમીના તહેવાર નિમિત્તે નાગદેવતાની પૂજા અર્ચના કરી પર્વની ભક્તિ ભાવ સાથે ઉજવણી કરી હતી. વાંકલ અંબાજી મંદિર ખાતે આવેલા રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી જ નાગ પંચમીના તહેવારની ઉજવણી માટે અને નાગદેવતાની પૂજા માટે મહિલાઓ ઉમટી પડી હતી.
નાગપૂજા ભારતમાં પ્રાચીન કાળથી ચાલી આવે છે. ભારતીય સંસ્કૃતિમાં નાગને દેવતાનું સ્વરૂપ માનવામાં આવે છે, શ્રાવણ વદ પાંચમે નાગપંચમીનો તહેવાર હોવાથી મહિલાઓ દ્વારા નાગદેવતાની પૂજા સાથે આ તહેવારની વિશેષ ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવે છે, બહેનો વ્રત પણ કરે છે. ઘરના પનિયારા ઉપર કંકુના નાગદેવતાની પૂજા મહિલાઓએ ઘરે ઘર કરી હતી.
Advertisement
વિનોદ મૈસુરિયા : વાંકલ